કલાયમેટ ચેન્જને કારણે હવામાનનું શિડયુલ વેરવિખેર થઈ જ ગયુ છે. હવે એક ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શિયાળાની શિતલહેર શરૂ થઈ છે. સામાન્ય રીતે પર્વતીય રાજયોમાં નવેમ્બરમાં જ હિમવર્ષા થઈ જતી હોય છે.
કાશ્મીરમાં હવે ભારે હિમવર્ષા સાથે કાતિલ ઠંડી છે. જોજિલામાં તાપમાન માઈનસ 18 ડીગ્રી સુધી નીચે ઉતરી ગયુ હતુ અને સર્વત્ર બરફની ચાદર હતી. કાશ્મીરમાં હિમવર્ષા છતાં હિમાચલપ્રદેશ હજુ કોરો જ રહ્યો છે.
પરિણામે કૃત્રિમ હિમવર્ષા કરવામાં આવી હતી. વાઈરલ થયેલા વિડીયોમાં અટલ ટનલ પાસે કૃત્રિમ હિમવર્ષાનો નજારો જોવા મળ્યો હતો. રાજયના લાહૌલ-સ્પીતિના પર્વતીય ભાગોમાં પણ હજુ હિમવર્ષા થઈ નથી. પર્યટકો નિરાશ છે. કૃષિ સહિતના ક્ષેત્રો પર તેની અસર છે.