આગલા અઠવાડિયે લેડ અને ઝીંક કે જે ત્રણ-ત્રણ ટકા સુધર્યા હતા, તેમાં અનુક્રમે લગભગ અડધા અને પા ટકાનો ઘટાડો થયો, જ્યારે સોનું અડધા ટકાથી વધુ ઘટ્યું, પણ ચાંદી સવા ટકાથી વધુ સુધરી. એનર્જી વાયદામાં ક્રૂડ અને નેચરલ ગેસ એમ બંનેમાં ઘટાડો જોવા મળ્યો.
ગયા અઠવાડિયે નેચરલ ગેસ મિનિ વાયદામાં લેણ કરવાનું સૂચવ્યું હતું. પરંતુ, સોમવારે આ વાયદો ખૂલ્યો જ લગભગ દોઢ ટકા નીચે અને ગણતરીની મિનિટોમાં ચાર ટકા જેટલો ઘટી ગયો. યુ.કે. નેચરલ ગેસ વાયદામાં 3.3619 ડોલરનો સાપ્તાહિક ઓપન-હાઇ રચાયો છે, તે જ પ્રમાણે MCX 26 ડિસેમ્બર એક્સપાયરી વાયદામાં 278.80 નો સાપ્તાહિક ઓપન-હાઇ રચાયો છે. શુક્રવારે આ વાયદો 262 બંધ રહ્યો છે. આમ, નેચરલ ગેસ વાયદામાં જે સૂચન કરવામાં આવ્યું હતું, તેનાથી ઘણું નીચે ઓપનિંગ થયુ હોય, કોઈએ અગર લેણ કર્યું હોય, તો આવું લેણ લગભગ 271 આસપાસ થયું હોય. હાલ આ વાયદો તેવા લીધા ભાવથી રૂ.10 નીચે ચાલી રહ્યો છે. હવે, તેમાં રૂ.245 નો સ્ટોપલોસ ધ્યાને રાખી પોઝિશન જાળવી રાખી શકાય. યુ.કે. નેચરલ ગેસ વાયદામાં જે રાઉંડિંગ ડબલ બોટમ બન્યાનું લખ્યું હતું, તે ડબલ બોટમ હજૂપણ અકબંધ છે. હવે, આ વાયદો 3.40 ડોલર પાર કરે કે તુરંત તેમાં લેણ કરવાનું બને છે. એ મુજબ MCX વાયદામાં 279 પાર થતાં લેણ કરી શકાય. આવા લેનમાં સ્ટોપલોસ વીસ રૂપિયા નીચેનો રાખવાનો થાય.
વિતેલા સપ્તાહે ડોલર ઇંડેક્સ 0.10 ટકા ઘટ્યો છે, પણ છતાય રૂપિયો ડોલર સામે 0.10 ટકા ઘટ્યો. ડોલરની સાપેક્ષે રૂપિયાનો ઘટાડો નજીવો રહ્યો. યુ.એસ. ગોલ્ડમાં 0.9 ટકા ઘટાડો થયો, તેની સામે MCX 05 ફેબ્રુઆરી 2025 ની એક્સપાયરી વાયદામાં 0.7 ટકા ઘટાડો થયો છે. યુ.એસ. સિલ્વરમાં 1.1 ના સુધારા સામે 05 માર્ચ 2025 ની એક્સપાયરીવાળો વાયદો 1.4 ટકા સુધર્યો. ગત અંકમાં જણાવ્યું હતું કે, સોના કરતાં ચાંદી સુધરવામાં આગળ રહે. તે મુજબ ચાંદીમાં સારી લેવાલી જોવા મળી છે. ટેક્નિકલ ટ્રેન્ડ મુજબ, સિલ્વર 05 માર્ચ એક્સપાયરી અને સિલ્વર મીની 28 ફેબ્રુઆરી એક્સપાયરી – આ બંને વાયદા હાલ 91200 – 91225 ની રેન્જમાં છે. આ બંને વાયદામાં 90800 આસપાસ 90250 ના સ્ટોપ થી તેજીનો વેપાર ગોઠવી શકાય. અઠવાડિયામાં 92400 સુધીનું લક્ષ્યાંક રાખી શકાય.
ગતઅંકમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો ઘટી રહ્યા છે અને ક્રૂડ હવે સતત નીચા મથાળા બનાવી રહ્યું છે. ચાર્ટ લોઅર ટોપ દર્શાવતો ચાર્ટ પણ ગતઅંકમાં મૂક્યો હતો. અઠવાડિયાની શરૂઆતમાં જ સરકારે પણ આ ટ્રેન્ડનું જાણે કે કંફર્મેશન આપ્યું હોય તેમ, પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે. સરકારે જાહેર કર્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો ઘટી રહ્યા હોઈ, આ નિર્ણય લેવાયો છે. એ સ્થિતિ ધ્યાને લેતાં ક્રૂડ વાયદામાં, અઠવાડિયા દરમ્યાન જ્યાં પણ 6050 ની ઉપરના ભાવો જોવા મળે, ત્યાં 2-2.5 ટકાના સ્ટોપલોસ થી વેચાણની પોઝીશન બનાવાય. નીચેમાં 5700 આસપાસ વેચાણ સરખું કરી શકાય.