અચ્છા અચ્છા ટ્રેડર્સ નેચરલ ગેસમાં થાપ ખાઈ ચૂક્યા છે. જેમને કોમોડિટીમાં દસેક વર્ષનો અનુભવ છે, તે ટ્રેડર્સને ખબર છે કે નેચરલ ગેસ મોટેભાગે નવેમ્બર માહિનામાં તેજીની ચાલ પકડે છે. અને તેણે એવું કર્યું પણ છે. નેચરલ ગેસ નવેમ્બર વાયદામાં રૂ.215થી રૂ.292 સુધીની મોટી ચાલ જોવાઈ હતી. ત્યારે ડિસેમ્બર વાયદો વીસ રૂપિયાના પ્રીમિયમ પર ચાલતો હતો. હાલ 26 ડિસેમ્બર એક્સપાયરીવાળો વાયદો 283.20 બંધ રહ્યો છે. નવા ટ્રેડર્સે હાલ મીની વાયદો કે જેનું સિમ્બોલ NATGASMINI
અને લોટ-સાઇઝ 250 છે, તેને ધ્યાને લેવો યોગ્ય રહે. તેની એક્સપાયરી પણ 26 ડિસેમ્બર છે અને ભાવ 283.20 જ બંધ રહ્યો છે. નેચરલ ગેસ યુ.કે. ના વિકલી ચાર્ટ પર સળંગ બે રાઉંડિંગ બોટમ જોવા મળ્યા છે. ગયા અઠવાડિયે તે ભારે ઓવર-બોટ પોઝિશનમાં હતો અને તેનાં પગલે જ વિતેલા અઠવાડીયા દરમ્યાન ભાવો ઘટ્યા છે. નવા ટ્રેડર્સે ખાસ ધ્યાન રાખવું કે આ વાયદામાં શિયાળા દરમ્યાન પાંચ સાત ટકાની વધઘટ બિલકુલ સામાન્ય છે. યુ.કે. નેચરલ ગેસ હાલ 3.3619 બંધ છે. એકદમ ફૂંફડાબંધ તેજી માટે તૈયાર થઈને બેઠું છે. હા, પણ ગમે તેવી તેજી દેખાતી હોય તો પણ સ્ટોપલોસ વિના કોમોડિટીમાં વેપાર ના કરાય. યુ.કે. નેચરલ ગેસમાં ગયા અઠવાડિયાનો લો 3.1190 ડોલર સ્ટોપલોસ તરીકે ધ્યાને લેવાનો થાય. આ સ્ટોપલોસ ચાલુ ભાવથી સાડા સાત ટકા નીચે છે. એનો અર્થ એ થયો કે, એમ.સી.એક્સ વાયદામાં વીસ રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો થાય. આમ, એક મિનિ વાયદામાં રૂ.5000 ના જોખમથી વેપાર ગોઠવવાનો બને. સામે, ટાર્ગેટ જોઈએ તો યુ.કે. વાયદામાં બે માહિનામાં સાત ડોલર સુધીની ફૂંફડાબંધ તેજી જણાય છે. એટલે એમ.સી.એક્સ વાયદામાં રૂ. 500 – 520 સુધીના ભાવોની આશા રાખી શકાય. બીજું કે હાલ જાન્યુઆરી વાયદો ડિસેમ્બર કરતાં ડિસ્કાઊંટમાં ચાલી રહ્યો છે. એટલે મહિના દરમ્યાન જ્યાં પણ લિક્વિડિટી સારી જણાય અને ડિસ્કાઊંટ પણ મળી રહ્યું હોય ત્યાં રોલઓવર કરી લેવાય. આ તમામ વેપાર ગોઠવવા માટે ટ્રેડરે સ્ટોપલોસ જરૂર જરૂર ધ્યાને લેવો. આ ઇક્વિટી નથી કે જ્યાં પોઝિશન ફસાય તો રોલઓવર કરીને નીકળી જવાનો મોકો મળે. એન.જી. વાયદામાં રોલઓવર કોસ્ટ મોટેભાગે પંદર-વીસ રૂપિયા રહેતી હોય છે. એક વર્ષ રોલઓવર કરો એટલે આખા ભાવ જેટલી તો કિમત ચૂકવી બેઠાં હોવ!
- Thu, 5 December 2024