વડોદરામાં હરણી બોટ દુઘર્ટનાકાંડ બાદ રાજયભરમાં બંધ થયેલી બોટીંગ સુવિધા ફરી શરૂ થવાના સંકેત છે પ્રવાસન સ્થળ નળ સરોવરમાં પ્રવાસીઓ માટે તુર્તમાં બોટીંગ શરૂ થશે. સાસણમાં જેમ જંગલ સફારી માટે ઓનલાઈન બુકીંગ ફરજીયાત છે તે જ ધોરણે નળ સરોવરમાં બોટ માટે બુકીંગ કરાવવાનું રહેશે.
પક્ષી અભ્યારણ એવુ નળ સરોવર 16 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે.વન વિભાગનાં અધિકારીએ કહ્યું કે બોટીંગ માટે કમીટી બનાવવા, પરવાનગી મેળવવા સહીતની ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી છે. બોટમાં 12 ને બદલે 6 પ્રવાસીઓને બેસાડવા પણ કહેવાયું છે.
બોટ રાઈડ બુકીંગ માટે વેબસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે. નિયત સમયમાં જ બોટીંગ પૂર્ણ કરવાનું ફરજીયાત રહેશે.બોટ સંચાલકો તમામ પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરાવવા પડશે.
બોટ સંચાલકોએ કહ્યું કે કમીટી બનાવીને નામ સાથેનું લીસ્ટ તંત્રને આપી દેવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા મંજુરી મળે બોટીંગ શરૂ થશે.એકાદ અઠવાડીયામાં જ બોટીંગની આપવાની મૌખિક બાહેંધરી આપવામાં આવી છે. હાલ ભરચકક સિઝન છે એક મહિનો તો પસાર થઈ ગયો છે.
તંત્ર તરફથી હજુ પરવાનગી આપવામાં આવી નથી. નળ સરોવરમાં પ્રવાસીઓ માટે 400 જેટલી બોટ છે. ઓકટોબરથી જાન્યુઆરીની સીઝનમાં તેનો ઉપયોગ ટુરીસ્ટ બોટ તરીકે થાય છે અને બાકીના રાજયમાં માછીમારી માટે વપરાય છે.
વન વિભાગનાં પ્રિન્સીપાલ ચીફ ક્ધઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવે કહ્યું કે, નળ સરોવરમાં બોટીંગ માટે ઓનલાઈન સીસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. સુરક્ષા પરીક્ષણ ચાલુ છે. બોટમાલીકો કરાર કરે તે દરમ્યાન વેબસાઈટ તૈયાર થઈ જશે.
રાજયભરમાં પ્રવાસન સ્થળોએ બોટીંગ બંધ છે. જળ સરોવરમાં તે ચાલુ થવાના સંજોગોમાં અન્યત્ર પણ છૂટ મળવાની સંભાવના છે. રાજકોટમાં પણ ઈશ્ર્વરીયા-અટલ સરોવરમાં મહિનાઓથી બોટીંગ સુવિધા બંધ છે.