Stock Today

મુકેશ અંબાણીની વધુ એક મોટી ડીલ : હિલીયમ ક્ષેત્રની અમેરિકી કંપનીમાં રોકાણ

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી વિદેશી કંપનીઓને ખરીદવાની એક પણ તક છોડતા નથી. તાજેતરમાં, તેણે અમેરિકન જાયન્ટ વેવેટેક હિલિયમ ઇન્કોર્પોરેશનમાં 12 મિલિયનનું રોકાણ કર્યું અને કંપનીમાં 21% હિસ્સો ખરીદ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RFIUL (રિલાયન્સ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ યુએસએ એલએલસી) એ અમેરિકન કંપની વેવેટેક હિલિયમ ઇન્કોર્પોરેશનમાં 12 મિલિયનમાં આ હિસ્સો ખરીદ્યો છે. વેવેટેક કંપની હિલીયમ ગેસની શોધ અને ઉત્પાદનનું કામ કરે છે. આ રોકાણ રિલાયન્સની વિસ્તરણ યોજનાનો એક ભાગ છે.

વેવેટેક હિલિયમ ઇન્કોર્પોરેશન એ યુએસ સ્થિત એક મોટી કંપની છે. તેની સ્થાપના 2 જુલાઈ, 2021 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવી હતી. તેનું કોમર્શિયલ ઓપરેશન 2024માં શરૂ થશે.

કંપનીનું મુખ્ય કાર્ય હિલીયમ શોધવાનું છે, જેનો ઉપયોગ તબીબી એપ્લિકેશન, વૈજ્ઞાનિક સંશોધન, એરોસ્પેસ અને એરોનોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફાઇબર ઓપ્ટિક્સ વગેરેમાં થાય છે. વધુમાં, અઈં અને ડેટાસેન્ટર્સમાં અપેક્ષિત વૃદ્ધિને જોતાં, સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે હિલીયમની માંગમાં વધારો થવાની ધારણા છે.

રિલાયન્સ હવે ઓછા કાર્બન સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હિલિયમ કંપનીમાં રોકાણ પણ આનો એક ભાગ છે. છઈંકએ કહ્યું- આ એક્વિઝિશન કંપનીની નીચા કાર્બન સોલ્યુશન્સમાં તેના એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન બિઝનેસને વિસ્તારવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top