Stock Today

સૌર તોફાનના આગના ગોળા પૃથ્વી પર ત્રાટકે તો ભારતનું સૂર્યમિશન આદિત્ય એલ – 1 સંકટમોચક બની શકે

આદિત્ય એલ 1 અગાઉથી સંભવિત ખતરાની જાણકારી આપી શકે : સૂર્યમાંથી ઉઠતા આગના ગોળા 15 કલાકમાં પૃથ્વીને ભસ્મીભૂત કરી શકે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો સૂર્યમાંથી કોઈ આગનો ગોળો ઉઠે છે તો તેને ધરતી સુધી પહોંચવામાં માત્ર 15 કલાકનો સમય લાગે છે. એટલું જ નહી. આ આગનો ગોળો પૃથ્વી પર ત્રાટકે તો પૃથ્વીને 15 કલાકમાં ખતમ કરી શકે છે. આ મામલે ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ વન આવા ખતરાથી અગાઉથી એલર્ટ કરી સંકટ મોચક બની શકે છે.

ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ 1 અંતરિક્ષમાં રહીને કમાલ કરી રહ્યો છે. આદિત્ય એલ 1 એ ધરતી પર એવા ડેટા મોકલ્યો છે કે જે ભારત જ નહીં, બલ્કે પુરી દુનિયાને સંકટથી બચાવનાર છે. સૂર્ય પર સતત આગના ગોળા ઉઠતા રહ્યા છે, જે ધરતીના ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે.

ઈસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આદિત્ય એલ 1 હવે સૌર તોફાનના પ્રારંભીક ખતરાની જાણકારી પહેલાથી આપી શકે છે. આથી આગામી સમયમાં જયારે પણ સૂર્ય પર થઈ રહેલી ગતિવિધિઓના કારણે પાયાના માળખા પર કોઈ ખતરો આવશે તો તેને દુર કરવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે આદિત્ય એલ-1 પર 7 ઉપકરણ લગાવવામાં આવ્યા છે.

જે સતત ડેટા કલેકશન પર કામ કરી રહ્યા છે અને ધરતી પર મોકલી રહ્યા છે.આદિત્ય એલ 1 માં વિઝીબલ એમીશન લાઈન કોરોનાગ્રાફ નામનું યંગ લગાવવામાં આવ્યું છે. આ કોરોનલ માસ ઈંજેકશનનો સાચો સમય બતાવી દે છે.

સીએમઈ સૂર્યના બહારના પડ કોરોનાથી નીકળતા આવેશિત કણોના કારણે થનારા વિસ્ફોટને સૌર તોફાન કહે છે. તેનું અધ્યયન સૌર મિશનના મુખ્ય ઉદેશમાં સામેલ છે. એક અહેવાલ મુજબ આગના ગોળા આવેશિત કણોના મળીને બને છે અને તેમનું વજન એક ટ્રિલિયન કિલોગ્રામ વધુ હોય છે.

આ ગોળા 3 હજાર કિલોમીટર પ્રતિ સેકંડની ગતિએ આગળ વધે છે તે પૃથ્વી પર પણ આવી શકે છે, પણ તેની સંભાવના ઓછી જ રહે છે. જો આ આગનો ગોળો પૃથ્વી તરફ આગળ વધે તો 15 કલાકમાં જ પૃથ્વી ગળી જઈ શકે છે. આવો એક ગોળો પૃથ્વી તરફ પેદા થયો હતો પણ સદભાગ્યે કોઈ કારણે તે પાછળ તરફ ચાલ્યો ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top