મુંબઈ: બેન્કો સહિત નાણાકીય સંસ્થાઓમાં અને ખાતેદારો સાથે વધતા જતા સાયબર ફ્રોડને ડામવા હવે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ભારતીય બેન્કોની મદદે આવશે. બેન્કોમાં સાયબર ફ્રોડ કે પછી ડીજીટલ એરેસ્ટ કે તે પ્રકારે લોકોના બેન્ક ખાતાઓથી નાણા મેળવી લેવા અને તે પછી ફ્રોડ આચરનાર સુધી પહોચે તે માટે વચ્ચે ‘મ્યુલ’- એટલે કે ડમી-એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
બેન્કોમાં અન્ય કોઈના આઈડી આ પ્રકારે ડમી ખાતા ખોલાય છે. જેમાં ખાતેદારને જાણ પણ હોતી નથી અથવા તો તેને ચોકકસ રકમની લાલચ આપવામાં આવે છે અને આ ખાતાનો ઉપયોગ ફ્રોડથી નાણા મેળવવા અને તે પછી ટ્રાન્સફર કરવા ખાતે ઉપયોગ થાય છે. હાલમાં જ એક ખાનગી બેન્કના કર્મચારીઓ પણ આ પ્રકારે મ્યુલ એકાઉન્ટ ચલાવતા હતા અને તગડું કમીશન મેળવતા હતા તે બહાર આવ્યુ છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોની સાથે હવે બેન્કોમાં આ પ્રકારના ખાતાઓ જેમાં ચોકકસ પેટર્નની નાણાની આવક જાવક થાય છે તે પારખવા માટે આર્ટિફીશ્યલ એકાઉન્ટનો સહારો લેવા જણાવાયું છે. આ માટે એક ખાસ ટુલ તૈયાર થયુ છે. જેમાં બેન્ક ફ્રોડની વિવિધ 28 વિવિધ પદ્ધતિઓના ડેટા ફીડ કરાયા છે અને તેના પરથી એક પ્લેટફોર્મ તૈયાર કરીને બેન્કોના તેનો ઉપયોગ કરવા જણાવાશે.
જે બેન્ક ખાતા મારફત નાણાની ફ્રોડ વધવા ગેરકાનુની રીતે હેરફેર થતી તેને મ્યુલ-એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બેન્કોમાં જે ખાતા ઈન ઓપરેટીવ હોય છે જેમાં કેવાયસી પણ સમયસર થયું હોય તેવું નથી તે ખાતામાં પણ બેન્કોના કર્મચારીઓની મદદથી ગેરકાનુની વ્યવહારો કરવામાં આવે છે જે આ ટુલ પકડી લેશે.
રીઝર્વ બેન્કના ઈનોવેટીવ હબ દ્વારા હવે 10 બેન્કોને આ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહી છે. બેન્કો હાલ આ પ્રકારના ઓળખ ટૂલ-બેઝ-સીસ્ટમનો ઉપયોગ કરે છે પણ તેમાં છેલ્લે એને ચકાસણીનો મેન્યુઅલ જ કરવાની હોય છે જે સમય લે છે અને તેની ચોકકસતા પણ પ્રશ્ન ઉભા કરે છે જેની સામે આ નવું ટુલ એ ત્રણ ગણુ ઝડપી અને વધુ ચોકકસ છે.
હાલમાંજ મુંબઈમાં ગ્લોબલ ફીનટ્રેક ફેસ્ટીવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી નિષ્ણાંતોને સાયબર ફ્રોડ રોકવા કોઈ આધુનિક વ્યવસ્થા ઉભી કરવા પર ભાર મુકયો હતો.
જો કે સાયબર કે બેન્કીંગ ફ્રોડ એ અનેક ચેનલો દ્વારા થાય છે અને બેન્કીંગ સીસ્ટમનો ભરપુર લાભ ઉઠાવાય છે જેથી આ પ્રકારના મ્યુલ-એકાઉન્ટ જો ઝડપથી ઓળખવામાં આવે તો ફ્રોડ પર લગામ મુકી શકાય છે. આ વર્ષના પ્રથમ 15 માસમાં જ સાયબર ફ્રોડની રૂા.11333 કરોડ લોકોએ ગુમાવ્યા છે.
તમારી બેન્કીંગ સલામત નથી
♦ કાર્ડ-ઈન્ટરનેટ આધારીત વ્યવહારોમાં ફ્રોડ વધ્યા.
♦ 2020 થી 2024 વચ્ચે 5.82 લાખ કેસ: રૂા.3297 કરોડ આ પ્રકારે ફ્રોડથી ગયા