રાજ્યનાં વન વિભાગે એશિયાટિક સિંહોનાં નિવાસસ્થાન એવાં ગીરમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઉભું કરવાની યોજના બનાવી છે જેનાથી સિહોં પર રીઅલ-ટાઇમ મોનિટરિંગ પર તેની પકડ વધુ મજબૂત થશે અને સિંહોનાં સંરક્ષણમાં વધારો થશે.
એક વરિષ્ઠ અધિકારીએ સમજાવ્યું કે, વર્તમાન માઇક્રો-લિંક સિસ્ટમ બેન્ડવિડ્થની મર્યાદાઓ સાથે કામ કરે છે, ખાસ કરીને નો-નેટવર્ક ઝોનમાં, સિંહની હિલચાલને અસરકારક રીતે મોનિટર કરવાનું મુશ્કેલ બને છે.
સિંહની હિલચાલ વિસ્તરી રહી હોવાથી, અધિકારીઓએ અસરકારક દેખરેખ માટે ’આઇટી ઇન્ટરવેન્શન ઇન લાયન કન્ઝર્વેશન’ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો છે અને તેને સરકારની મંજૂરી માટે મોકલ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે , “ગીર જંગલમાં બે મુખ્ય બીગ કેટ પ્રજાતિઓ રહે છે એક છે એશિયાટીક સિંહ અને બીજી પ્રજાતિમાં ભારતીય ચિત્તાનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં સંરક્ષણ પ્રયાસોની સફળતાનો શ્રેય કડક સુરક્ષા પગલાં અને સ્થાનિક લોકોનાં સમર્થનને આપી શકાય છે.
ફાઈબર નેટવર્ક સર્વેલન્સને વધારશે
મુખ્ય વન સંરક્ષક શ્રીવાસ્તવ નિત્યાનંદે, જણાવ્યું હતું કે વિશિષ્ટ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક દેખરેખને વધારવા માટે નિર્ણાયક બનશે , જે ડ્રોન , નાઈટ વિઝન કેમેરા અને એઆઇ કેમેરા જેવાં સાધનો દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં મદદ કરશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એકવાર પ્રોજેક્ટ મંજૂર થયાં પછી, પ્રોજેક્ટ ગીરના લેન્ડસ્કેપમાં જરૂરી નેટવર્ક કવરેજ નક્કી કરવા માટે સર્વેક્ષણ સાથે શરૂ થશે.
2020ની વસ્તી ગણતરી મુજબ 674 સિંહો લગભગ 30000 ચોરસ કિમીનાં વિસ્તારમાં ફરે છે. આ પહેલ રેલવે ટ્રેક પર સિંહ અકસ્માતો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે સિંહોનાં મૃત્યુનું મુખ્ય કારણ છે.
વિભાગ વન્યજીવો સાથે વાહનોની અથડામણને રોકવા અને ચેકપોસ્ટ પર સીસીટીવી સિસ્ટમને અપગ્રેડ કરવા માટે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. એઆઇ કેમેરા અને નાઇટ વિઝન ડ્રોન જેવાં અદ્યતન સાધનો પ્રાણીઓ અને મનુષ્યો માટેનાં જોખમો ઘટાડવા ચેતવણીઓ પ્રદાન કરવામાં પણ મદદ કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્પીડ મોનિટરિંગ માટેની ટેક્નોલોજી, જે સાસણ મેંદરડા રોડ પર સ્થાપિત કરવામાં આવી છે, તે સમગ્ર પ્રદેશમાં તમામ ક્રોસરોડ્સ અને સ્થાનો પર લાગુ કરવામાં આવશે જ્યાં સિંહો ફરે છે.