Stock Today

વડાપ્રધાન મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હાલમાં જ રિલીઝ થયેલી એક્ટર  વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, સત્ય સામે આવી રહ્યું છે જેને સામાન્ય લોકો જોઈ શકશે. 2002માં ગોધરાકાંડ પહેલાની ઘટનાઓ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર ‘X’ પર પ્રતિક્રિયા આપી છે. સાચું કહ્યું. આ સારું છે કે આ સત્ય સામે આવી રહ્યું છે અને તે પણ એક રીતે જે સામાન્ય લોકો જોઈ શકે છે. એક નકલી વાર્તા માત્ર મર્યાદિત સમય સુધી જ ચાલી શકે છે. અંતે, સત્ય હંમેશા સામે આવે છે.’

https://twitter.com/narendramodi/status/1858086721180586287

વડાપ્રધાન મોદીએ ‘X’ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ફિલ્મ અંગે કેટલીક મહત્ત્વની વાતો પણ જણાવી છે. પોસ્ટમાં એ દાવો કરાયો છે કે આ ફિલ્મને શા માટે જોવી જોઈએ. આ અંગે ચાર પોઈન્ટ લખવામાં આવ્યા છે.

પ્રથમ પોઈન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રયાસ ખાસ કરીને પ્રશંસનીય છે કારણ કે તે આપણા તાજેતરના ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાઓ પૈકીની એકના મહત્વપૂર્ણ સત્યને સામે લાવે છે.બીજા પોઈન્ટમાં કહ્યું કે, ફિલ્મના નિર્માતાઓએ આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતા અને ગૌરવ સાથે સંભાળ્યો છે.

ત્રીજા પોઈન્ટમાં કહ્યું કે, એક મોટા મુદ્દા પર આપણા બધા માટે આત્મનિરીક્ષણ કરવા યોગ્ય છે કે કેવી રીતે સાબરમતી એક્સપ્રેસના મુસાફરોને સળગાવવાની ઘટનાને એક નિહિત સ્વાર્થી જૂથ દ્વારા રાજકીય રૂપમાં ફેરવવામાં આવી હતી, જેને એક નેતાની છાપ ખરાબ કરવાના સાધન તરીકે જોવામાં આવી. તેમની ઇકોસિસ્ટમ તેમના પોતાના નાના એજન્ડાને સંતોષવા માટે એક પછી એક જુઠ્ઠાણા ફેલાવે છે.

ચોથા પોઈન્ટમાં કહ્યું કે, આખરે 59 નિર્દોષ પીડિતોને પોતાની વાત કહેવાનો મોકો મળ્યો. હા, જેમ તેઓ કહે છે, સત્ય હંમેશા જીતે છે. આ ફિલ્મ ખરેખર તે 59 નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે જેમને અમે ફેબ્રુઆરીની સવારે ગુમાવ્યા હતા.

ગોધરા કાંડની વાત કરીએ તો 27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશને સમયસર લગભગ 12 વાગે પહોંચી હતી. બિહારના મુઝફ્ફરપુરથી ગુજરાતના અમદાવાદ જનારી આ ટ્રેનમાં સેંકડો મુસાફરો સવાર હતા. જેમાં મોટી સંખ્યામાં કાર સેવકો પણ જોડાયા હતા. ગોધરાથી ટ્રેન ઉપડ્યા બાદ ઈમરજન્સી ચેઈન ઘણી વખત ખેંચાઈ હતી. જેના કારણે ટ્રેન સ્ટેશનની બહાર સિગ્નલ પાસે થંભી ગઈ હતી. આ પછી ભયંકર હુમલો થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 2000 લોકોની ભીડે ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તેના ચાર કોચને આગ લગાવી દીધી. આ આગમાં 59 લોકો દાઝી ગયા હતા. 48 મુસાફરો પણ ઘાયલ થયા છે. આ પછી સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top