Stock Today

સોનું છેલ્લા 15 દિવસમાં તે 5,737 રૂપિયા સસ્તું થયું, ચાંદી 87,558 રૂપિયા પ્રતિ કિલો 

મુંબઈઃસોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1,316 ઘટીને રૂ. 73,944 થયો છે. અગાઉ તેની કિંમત 75,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.

ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. તે રૂ. 2,189 ઘટીને રૂ. 87,558 પ્રતિ કિલોગ્રામ થયો છે. અગાઉ ચાંદી 89,747 રૂપિયા હતી. તેમજ, 23 ઓક્ટોબરના રોજ ચાંદીએ રૂ. 99,151 અને 30 ઓક્ટોબરના રોજ સોનું રૂ. 79,681 ઓલ ટાઈમ હાઈ પર હતી.

છેલ્લા 15 દિવસમાં 24 કેરેટ સોનું 5,737 રૂપિયા (7%) પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. 30 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતું, જે હવે ઘટીને 73,944 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે 23 ઓક્ટોબરે ચાંદી 99,151 રૂપિયા પર પહોંચી ગઈ હતી, જે હવે 87,558 રૂપિયા પ્રતિ કિલો છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ હંમેશા ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે એટલે કે કંઈક આના જેવું છે – AZ4524. હોલમાર્કિંગ દ્વારા જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે.

બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને તેની કિંમત ક્રોસ-ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top