Stock Today

પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું 103 વર્ષની વયે નિધન

પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું શુક્રવારે સાંજે લગભગ 6.45 કલાકે નિધન થયુ હતું. 103 વર્ષીય રામ ભારદ્વાજની કેટલાક સમયથી તબિયત ખરાબ હતી, શનિવારે પઠાણકોટના દુનેરામાં પંચતત્વમાં વિલિન થયા હતાં.

બ્રિટિશ કાળમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌર સબ-ડિવિઝનના સચુઈન ગામમાં જન્મેલા મુસાફિર રામ ભારદ્વાજે 13 વર્ષની વયથી પારંપારિક વાજિત્ર પૌન માતા વગાડવાની શરૂઆત કરી હતી. તે હાલમાં પંજાબના પઠાણકોટ જિલ્લાના ધારકલાન તહસીલ હેઠળના દુનેરાના ધારકલાનમાં રહેતા હતાં. તેમના નિધનથી રાજ્યમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ભગવાન શિવની આરાધના કરતાં મુસાફિર રામ ભારદ્વાજને તેમની ઉત્કૃષ્ટ પૌન વાદનની કળા માટે 2014માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેઓ તેમના પિતા પાસેથી આ વાદન વગાડતાં શીખ્યા હતાં. 2009માં રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતાં. આ સિવાય અન્ય ઘણા રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top