26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ પાકિસ્તાની મૂળના અમેરિકી ત્રાસવાદી તહવ્વુર રાણાના અમેરિકાથી પ્રત્યાર્પણ મારફત કબ્જો મેળવીને તેને ખાસ વિમાન દ્વારા આજે ભારત લાવવામાં આવ્યો.
દેશના ત્રાસવાદ સામેના જંગમાં એક મોટી સફળતામાં તહવ્વુરની ભારતને સોપણી એ ડિપ્લોમેટીક જીત પણ છે અને આજે તહવ્વુર રાણાને લઈ આવતા ખાસ વિમાનના દિલ્હીના એરપોર્ટ પર આગમન પુર્વે જબરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે .
સમગ્ર કેસ હવે નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીને સુપ્રત કરાતા એન.આઈ.એ.ના અધિકારીઓ એરપોર્ટથી જ રાણાનો કબ્જો લઈ લેશે તથા તેની મેડીકલ બાદ અદાલતમાં રજુ કરીને રિમાન્ડ મંગાશે. તહવ્વુર રાણા એ 26/11ના હુમલાનું પુરુ સત્ય જાણે છે અને પાકિસ્તાનમાં આ હુમલામાં કોણે શું ભૂમિકા ભજવી હતી તે પણ તે માહિતગાર હોવાની 26/11ના મુંબઈ પરના હુમલાના ષડયંત્રમાં નવા ધડાકા થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય મોરચે પાકિસ્તાનને વધુ ઘેરવામાં સફળતા મળશે તેવા સંકેત છે. તહવ્વુર રાણાને લઈ આવતી ખાસ તપાસ ટીમને ગઈકાલે અમેરિકી સતાવાળાઓએ ભારતને સુપ્રત કર્યો હતો.
હાલ તેને દિલ્હીની તિહાડ જેલમાંજ ખાસ સુરક્ષા સાથેની સેલમાં રખાશે અને પછી તપાસ માટે જરૂર પડે મુંબઈ પણ લઈ જવાશે. દિલ્હી તથા મુંબઈની જેલમાં તેના માટે ખાસ ‘સેલ’ ભારે સુરક્ષા સાથેનો તૈયાર રખાયો છે.
રાણાના આગમન પુર્વે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરક્ષા સહિતની માહિતી મેળવી તહવ્વુર રાણાએ પાકની જાસૂસી એજન્સી આઈએમઆઈ તથા પાકના ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલો હોવાથી તેના રહસ્યો પણ ખોલવા તેને મજબૂત કરાશે.
તહવ્વુર રાણા સામે ભારત સામે યુદ્ધ છેડવા, સામુહિક હત્યા અને આતંકવાદ વિરોધી કાનૂન સહિતના નવા ફોજદારી ધારા ભારત ન્યાય સંહિતા સહિતના કાનૂન લગાવાશે.
તહવ્વુર રાણાને અમેરિકાથી લાવ્યા ચીફ ઈન્વેસ્ટીગેટર ઓફિસર ડીઆઈ (એનઆઈએ) જયા રોયના નેતૃત્વની ટીમ બે દિવસ પુર્વે પહોંચી હતી અને અમેરિકાએ સુપ્રત કરેલા સરન્ડર વોરન્ટ પર સહી કરી રાણાનો કબ્જો મેળવ્યો હતો.