ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણા પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના 900 આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને ટાર્ગેટ વિશે વિશ્વસનીય માહિતી હતી, જેના આધારે ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માત્ર આતંકવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.