◙ ભારતમાં ધમાસાણ બાદ નવો ધડાકો: આ રકમ બાંગ્લાદેશની શેખ હસીના સરકારને ઉથલાવવામાં પણ થયાની આશંકા
નવી દિલ્હી: અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને ભારતમાં લોકસભા સહિતની ચુંટણીઓ સમયે મતદાન વધારવા માટે 21 મિલિયન ડોલર- રૂા.168 કરોડનું ભંડોળ નાખ્યુ હતુ તેવા અહેવાલ બાદ હવે દેશમાં આ નાણા કોના લાભાર્થી અપાયા તેની વચ્ચે શરૂ થઈ અને તે સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં 2024ની ચુંટણીમાં મોદી સિવાયના કોઈને ચુંટવા આ રકમ મોકલાઈ હતી.
તેમાં ધડાકો કરીને જે વિવાદ વધાર્યો તેમાં હવે નવો વળાંક આવ્યો છે. ઈન્ડીયન એકસપ્રેસ દ્વારા એ શોધી કઢાયું છે કે આ રકમ ભારત નહી બાંગ્લાદેશને અપાઈ હતી અને તે 2024માં અમેરિકાએ ચુકવી હતી.
રૂા.168 કરોડનું ભંડોળ બાંગ્લાદેશમાં રાજકીય અને સામાજીક જાગૃતિ માટે અને ખાસ કરીને લોકશાહીને મજબૂત બનાવવા આપવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યુ છે અને સૌથી મહત્વનું એ છે કે આ ભંડોળ મળ્યાના સાત જ મહિના બાદ આ દેશની શેખ હસીના સરકારને ઉથલાવવામાં આવી હતી.
ડિસેમ્બર 2024માં એક લિંકડઈન પોષ્ટમાં અમેરિકી સહાયના સંગઠન યુએસએઈડના ઢાકા ખાતે સલાહકાર લુબૈઈન માસુમે અમેરિકાના ઈલેકટ્રોનીક એન્ડ પોલીટીકલ પ્રોસેસ સ્ટ્રેન્થનીંગ (સીઈપીવીએસ) દ્વારા આ સહાય અપાઈ ચુકવાઈ હતી. આ જે વોશિંગ્ટન સ્થિત એક અલગ સંગઠન છે જે લોકશાહી અને શાસન સંબંધી કાર્યક્રમો પર ખાસ નિષ્ણાંત ગણાય છે.
યુ.એસ.એઈડ તરફથી આ સંગઠનને કુલ ડો.846 મિલિયન ડોલર મળ્યા હતા અને તેમાં 21 મિલિયનની મદદ ભારતમાં મતદાન વધારવા માટેની કામગીરીમાં મોકલવાના હતા પણ તે વાસ્તવમાં બાંગ્લાદેશ ડાયવર્ટ થયા હતા. અમેરિકામાં અલગ અલગ સંગઠનો વિદેશમાં આ પ્રકારે ચોકકસ હેતુ માટે ભંડોળ ફાળવે છે.
બાંગ્લાદેશમાં 2022ની આ સંસ્થા ‘અમાર વોટ અમાર’ (અમારો મત અમારો હકક) તે પ્રોજેકટ ચલાવે છે અને અમેરિકી મદદ નાગરિક પ્રોગ્રામ હેઠળ અપાઈ હતી જે 2022થી 2025 સુધીમાં ખર્ચ કરાતો હતો. જયાં 13.4 મિલિયનનો ખર્ચ થયો હોવાનું પણ નોંધાયુ છે અને તેઓ બાંગ્લાદેશના યુવાઓને ટાર્ગેટ કરીને યુનિ. વિ.માં આયોજનો થયા હતા.હવે અમેરિકાએ આ મદદ બંધ કરી છે.