આરબીઆઇ દ્વારા સિસ્ટમનું સતત મોનેટરીંગ બાદ અમલમાં મુકાશે
ચેક ટ્રેકેશન સિસ્ટમમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સને પણ સ્થાન અપાયું,
દેશમાં નાણાં ટ્રાન્સફર અંગે અનેક ઇલોક્ટ્રોનિક મોડ વચ્ચે હવે ચેક ક્લીયરીંગ સિસ્ટમ પણ ઝડપી બનશે અને ઓગસ્ટ મહિનામાં થયેલા નિર્ણય મુજબ આગામી વર્ષથી ફક્ત બે કલાકમાં ચેક ક્લીયર થઇ જાય તે નિશ્ચિત કરવામાં આવશે.
રીઝર્વ દ્વારા આ અંગે તમામ બેંકો અને તેના ક્લીયરીંગ હાઉસને ટેકનોલોજીથી સજજ થવા જે આદેશ આપ્યો હતો તેમાં બેંકો હવે આખરી ઘડીની તૈયારી કરી રહી છે અને થોડા દિવસ તેમાં પ્રેક્ટીસ બાદ કાયમ માટે તે સીસ્ટમ અમલી બનાવી દેવાશે.
હાલ નિયમ મુજબ જમા કરાયેલા ચેક જે તે દિવસ દરમ્યાન અલગ અલગ ટાઇમ સ્લોટ મુજબ ગ્રુપ કે બ્રાન્ચોમાં એક સાથે પ્રોસેસ કરવામાં આવે છે તો પણ ચેક્ ક્લીયર થવામાં બે કે ત્રણ દિવસનો સમય લાગે છે પરિણામે ગ્રાહકને રાહ જોવી પડે છે.
ઉપરાંત નાણાંના સેટલમેન્ટમાં પણ સમય લાગતો હોવાથી ગ્રાહકને તેની અસર પડે છે. હવે ચેક ક્લીયરીંગને એક નવી સીસ્ટમ હેઠળ આવરી લેવામાં આવે છે. રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસે તેમાં સુધારો કરવા જે પહેલ કરી હતી તે હવે અમલી બની રહી છે અને નવા ફેરફારથી બેન્ક દ્વારા જે તે દિવસે ચેક ક્લીયર થઇ જાય અને બે કલાકમાં જ રીઝલ્ટ મળે તે જોવામાં આવશે.
આ માટે ચેકની ઇલેકટ્રોનિક ઇમેજ તૈયાર કરવાની પ્રક્રિયા છે. તેનો વધુ એક સુધારો કરીને તે પણ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની પણ મદદ લેવામાં આવી છે જે બેન્કોના કોડ મુજબ તેની બ્રાન્ચ અને એકાઉન્ટમાં સેકન્ડોમાં વર્ગીકરણ કરી દેશે અને જે તે બેન્ક અને બ્રાન્ચના કોમ્પ્યુટરમાં તે ક્લીયરીંગ માટે આગળ વધશે.
ચેક ક્લીયરીંગમાં સહી અને રકમ સૌથી મહત્વની હોય છે અને તેના માટે પણ ખાસ ડબલ ચેક સીસ્ટમ અપનાવાય છે જેના કારણે સમગ્ર ચેક ક્લીયર થતાં ઓછામાં ઓછો સમય લાગે તે જોવાશે. જો કે સાવચેતી ખાતર બેન્કો તેના ક્લીયર હાઉસમાં રીવર્સ એન્ટ્રી સીસ્ટમને પણ ઝડપી બનાવશે જેના કારણે બેન્કનો ચેક ડીસઓનર થાય તો પણ તે ગ્રાહકને એલર્ટ મળી જશે.