આ બાળકો ટેકનોલોજી સાથે જીવશે : આધુનિક બાળકો પાસે અનેક વિશેષતાઓ જોવા મળશે
2025 માં જન્મેલાં બાળકો એક નવાં યુગની શરૂઆત કરશે, જેને જનરેશન બીટા કહેવામાં આવશે, જ્યારે લોકો મિલેનિયમ ઝેન જી, અને ઝેન આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યાં હતાં, ત્યારે બીજી પેઢીએ દસ્તક આપી છે. જેને દુનિયા જનરેશન બીટા તરીકે ઓળખશે.
તમે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ નવાં શબ્દ વિશે સાંભળ્યું હશે. વાસ્તવમાં, જનરેશન બીટા તે પેઢીના બાળકોને કહેવાશે જે 2025 થી 2039 ની વચ્ચે જન્મશે. અત્યાર સુધી, 2010 થી 2024 ની વચ્ચે જન્મેલાં બાળકોને જનરલ આલ્ફા કહેવામાં આવતા હતાં, 1997 થી 2009 ની વચ્ચે જન્મેલાં બાળકોને જનરલ ઝેડ કહેવામાં આવતા હતાં. 1981 થી 1996 સુધીની પેઢીને મિલેનિયલ્સ કહેવામાં આવે છે. આજે આ અહેવાલમાં જનરેશનની રસપ્રદ ચર્ચા કરવામાં આવશે.
1 જાન્યુઆરી, 2025 અને 2039 વચ્ચે જન્મેલાં બાળકો જનરેશન બીટા કહેવાશે. નવાં વર્ષમાં જન્મેલાં બાળકો જ્યારે મોટાં થશે ત્યારે તેઓ પોતાની આસપાસની અદ્યતન ટેકનોલોજી જોઈને મોટાં થશે જે અગાઉની પેઢીએ ક્યારેય જોઈ ન હતી. આવનારાં સમયમાં મોબાઈલ અને કોમ્પ્યુટરની ગણતરી સામાન્ય વસ્તુઓમાં થઈ શકે છે અને આવનારાં બાળકો રોબોટ્સ અને એઆઈની દુનિયામાં મોટા થશે. આ બાળકો પછીથી ઓનલાઈનથી લઈને સોશિયલ મીડિયા સુધીની દરેક બાબતમાં નિષ્ણાત બનશે.
આ હશે આધુનિક બાળકની વિશેષતાઓ
જનરેશન બીટાને લઈને આવી અટકળો લગાવવામાં આવી રહી છે. જેમ મિલેનિયલ્સને ઓલ્ડ સ્કૂલ કહેવામાં આવે છે અને જનરલ ઝેડ ટેક સેવી હોવાનું કહેવાય છે, તેવી જ રીતે એવું કહેવામાં આવે છે કે જનરલ બીટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નિષ્ણાત હશે. આ પેઢીને પણ સ્માર્ટ ઉપકરણોનું સંપૂર્ણ જ્ઞાન હશે.
આ પેઢી રોગચાળા પછીની દુનિયામાં જન્મી રહી છે, તેથી જ તેમને રોગચાળામાંથી શીખવાની તક મળશે. આ પેઢીને ઓનલાઈન શિક્ષણ પ્રણાલીની પણ સારી સમજ હશે.
સોશિયલ મીડિયા પણ આ પેઢીની તાકાત બની શકે છે. આ પેઢીનાં માતા-પિતા પહેલાથી જ સોશિયલ મીડિયા વિશે સંપૂર્ણ રીતે વાકેફ હશે, તેથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ પેઢીની હાજરી સોશિયલ મીડિયા પર ઘણી વધારે હશે અને સોશિયલ મીડિયાને પણ નવો આકાર મળશે.
આ પેઢી માટે ચિંતાનો બીજો મુદ્દો એ છે કે તેને વસ્તી પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, સંસાધનોનો અભાવ અને પર્યાવરણીય નુકસાનનો સામનો કરવો પડશે. આ પડકારો આ પેઢી માટે રહેશે.
જનરેશન બીટા એટલે કે 2025 થી 2039 સુધી જન્મેલાં બાળકો 22મી સદી સુધી જીવશે. આ પેઢી તે જોવા માટે સમર્થ હશે જે મિલેનિયલ્સ અથવા ઝેન ઝી જોઈ શકશે નહીં.
વૈશ્વિક નાગરિકતા પર ફોકસ વધશે :-
એવો અંદાજ છે કે વર્ષ 2039 સુધીમાં વિશ્વની 16 ટકા વસ્તી જનરેશન બીટા, વાય અને ઝેડની હશે. આમાંથી ઘણાં એવાં હશે જેઓ 22મી સદી જોશે. આ પેઢી નવાં યુગની સવાર જોશે. આ ટેક્નોલોજીને નવો આકાર આપશે. સમાજમાં પરિવર્તન લાવશે. આ સાથે વૈશ્વિક નાગરિકતા પર ફોકસ વધશે.
બેટા બેબીઝ ટેક્નોલોજીના યુગમાં મોટા થશે, તેથી તેઓ વર્ચ્યુઅલ વાતાવરણને સમજનાર પ્રથમ પેઢી હશે. ટેક્નોલોજીથી સજ્જ હોવા છતાં, બીટા જનરેશનને ઓછા પડકારોનો સામનો કરવો પડશે નહીં. પેઢીનાં સંશોધક જેસન ડોર્સીનું કહેવું છે કે, આ પેઢી એઆઇ અને સ્માર્ટ ઉપકરણોની વચ્ચે મોટી થશે. આ જ કારણ છે કે આ પેઢી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર નિર્ભર રહેશે. તેનો ઉપયોગ તેણીની સમસ્યાઓ હલ કરવા માટે કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ પેઢીને ક્લાઈમેટ ચેન્જના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડશે. આનો સામનો કરવો પણ તેમનાં માટે મોટો પડકાર સાબિત થશે. આ સમયગાળા દરમિયાન વસ્તીમાં મોટો ફેરફાર થશે. શહેરીકરણ ઝડપથી વધશે. જો કે આ સમયગાળા દરમિયાન કેટલાક સારા ફેરફારો પણ જોવા મળશે.
જેમ કે- વિશ્વને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ અલગ હશે. આ સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભેદભાવથી દૂર રહીને સાથે રહેવાનું પસંદ કરશે. એટલું જ નહીં, તેઓ પડકારોનો સામનો કરવા માટે પૂરાં ફોકસ સાથે કામ કરશે કારણ કે ટેક્નોલોજી તેમનાં માટે એક મોટું હથિયાર સાબિત થશે.
પેઢીનાં નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
પેઢીઓને નામ આપવા પાછળ ઘણાં કારણો છે. તેમનાં નામ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને અન્ય અનેક ઘટનાઓના આધારે નક્કી કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે દર 15 થી 20 વર્ષે પેઢીનું નામ બદલાય છે. ચાલો જાણીએ કયું નામ કઈ પેઢીને આપવામાં આવ્યું હતું.
જીઆઇ જનરેશન (ધ ગ્રેટેસ્ટ જનરેશન) :- આ એ પેઢી છે જેનો જન્મ 1901-1927 વચ્ચે થયો હતો. આ પેઢીએ મહામંદીનો સમય જોયો. આ સમયગાળાના મોટાભાગનાં બાળકો સૈનિક બન્યાં અને બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો. આ પેઢીએ ઘણાં પડકારોનો સામનો કર્યો અને તેમનાં માટે પરિવારનો ઉછેર એક મોટી સિદ્ધિ ગણાય છે.
સાયલન્ટ જનરેશન :- 1928 અને 1945 ની વચ્ચે જન્મેલી પેઢીને સાયલન્ટ જનરેશન કહેવામાં આવે છે. આ પેઢી ખૂબ જ મહેનતુ ગણાતી અને આત્મનિર્ભર પણ હતી.
બેબી બૂમર જનરેશન :- બીજા વિશ્વવયુદ્ધ પછી, 1946-1964 ની વચ્ચે જન્મેલી વસ્તીમાં ઝડપથી વધારો થયો. આ પેઢીએ ઘણી બધી બાબતોમાં આધુનિકતાનો પાયો નાખ્યો હતો.
જનરેશન એક્સ :- 1965-1980 ની વચ્ચે જન્મેલી આ પેઢી બદલાતાં સમયની સાક્ષી બની અને ટેકનોલોજીના નવાં ઉપયોગો જોયાં હતાં.
મિલેનિયલ્સ અથવા જનરેશન વાય :- 1991-1996 ની વચ્ચે જન્મેલી પેઢીનું નામ મિલેનિયલ્સ રાખવામાં આવ્યું હતું, જેઓ ટેક્નોલોજી સાથે તાલ મિલાવતા શીખ્યાં અને પોતાને અપડેટ કર્યા હતાં.
જનરેશન ઝી :- 1997-2009 ની વચ્ચે જન્મેલી પેઢીને ઈન્ટરનેટની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ મળ્યું હતું. તે ડિજિટલ યુગમાં ઘણાં મોટાં ફેરફારોના સાક્ષી બન્યાં છે. આ પેઢી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિનાનાં જીવનની કલ્પના પણ કરી શકતી નથી. તેને જાણ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ કમાણી કરી શકાય છે.
જનરેશન આલ્ફા :- 2010-2024 માં જન્મેલી આ પેઢીનાં જન્મ પહેલાં પણ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનું અસ્તિત્વ હતું. આખો પરિવાર ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલો હોય છે.
જનરેશન બીટા :- 2025-2039 ની વચ્ચે જન્મેલાં આ પેઢીનાં બાળકો એઆઇના નિષ્ણાત બનશે.