Stock Today

2024

gujarat

સિંહોનાં સંરક્ષણ માટે ગીરમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરાશે

 રાજ્યનાં વન વિભાગે એશિયાટિક સિંહોનાં નિવાસસ્થાન એવાં ગીરમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઉભું કરવાની યોજના બનાવી છે જેનાથી સિહોં પર રીઅલ-ટાઇમ મોનિટરિંગ પર તેની પકડ વધુ મજબૂત થશે અને સિંહોનાં સંરક્ષણમાં વધારો થશે. એક વરિષ્ઠ અધિકારીએ સમજાવ્યું કે, વર્તમાન માઇક્રો-લિંક સિસ્ટમ બેન્ડવિડ્થની મર્યાદાઓ સાથે કામ કરે છે, ખાસ કરીને નો-નેટવર્ક ઝોનમાં, સિંહની હિલચાલને અસરકારક રીતે મોનિટર કરવાનું મુશ્કેલ બને છે. સિંહની હિલચાલ વિસ્તરી રહી હોવાથી, અધિકારીઓએ અસરકારક દેખરેખ માટે ’આઇટી ઇન્ટરવેન્શન ઇન લાયન કન્ઝર્વેશન’ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો છે અને તેને સરકારની મંજૂરી માટે મોકલ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે , “ગીર જંગલમાં બે મુખ્ય બીગ કેટ પ્રજાતિઓ રહે છે એક છે એશિયાટીક સિંહ અને બીજી પ્રજાતિમાં ભારતીય ચિત્તાનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં સંરક્ષણ પ્રયાસોની સફળતાનો શ્રેય કડક સુરક્ષા પગલાં અને સ્થાનિક લોકોનાં સમર્થનને આપી શકાય છે.  ફાઈબર નેટવર્ક સર્વેલન્સને વધારશે મુખ્ય વન સંરક્ષક શ્રીવાસ્તવ નિત્યાનંદે, જણાવ્યું હતું કે વિશિષ્ટ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક દેખરેખને વધારવા માટે નિર્ણાયક બનશે , જે ડ્રોન , નાઈટ વિઝન કેમેરા અને એઆઇ કેમેરા જેવાં સાધનો દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં મદદ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એકવાર પ્રોજેક્ટ મંજૂર થયાં પછી, પ્રોજેક્ટ ગીરના લેન્ડસ્કેપમાં જરૂરી નેટવર્ક કવરેજ નક્કી કરવા માટે સર્વેક્ષણ સાથે શરૂ થશે. 2020ની વસ્તી ગણતરી મુજબ 674 સિંહો લગભગ 30000 ચોરસ કિમીનાં વિસ્તારમાં ફરે છે. આ પહેલ રેલવે ટ્રેક પર સિંહ અકસ્માતો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે સિંહોનાં મૃત્યુનું મુખ્ય કારણ છે.  વિભાગ વન્યજીવો સાથે વાહનોની અથડામણને રોકવા અને ચેકપોસ્ટ પર સીસીટીવી સિસ્ટમને અપગ્રેડ કરવા માટે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. એઆઇ કેમેરા અને નાઇટ વિઝન ડ્રોન જેવાં અદ્યતન સાધનો પ્રાણીઓ અને મનુષ્યો માટેનાં જોખમો ઘટાડવા ચેતવણીઓ પ્રદાન કરવામાં પણ મદદ કરશે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્પીડ મોનિટરિંગ માટેની ટેક્નોલોજી, જે સાસણ મેંદરડા રોડ પર સ્થાપિત કરવામાં આવી છે, તે સમગ્ર પ્રદેશમાં તમામ ક્રોસરોડ્સ અને સ્થાનો પર લાગુ કરવામાં આવશે જ્યાં સિંહો ફરે છે.

gujarat

આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી

આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખશ્રી પોનાકન બરૂઆ અને અન્ય ૫ સભ્યો આ અભ્યાસ પ્રવાસમાં સામેલ હતા. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની સીસ્ટર કમિટિ ગૌણ વિધાન સમિતિ સાથે ઔપચારિક બેઠક કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના માન. પ્રમુખશ્રી અનિરૂધ્ધ દવે ઉપરાંત અન્ય ૪ સભ્યો હાજર રહ્યા હતા. બંને સમિતિઓએ આંતરિક કામકાજના નિયમો અને હાલમાં સમિતિમાં ચાલતા કામકાજ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

gujarat

દાહોદ: DSCDL દ્વારા ₹120.87 કરોડના ખર્ચે છાબ તળાવનું પુનરુત્થાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો દાહોદ જિલ્લો આજે ભારતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ સાધી રહ્યો છે. આ મિશનની શરૂઆત જૂન 2015માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જીવનની ગુણવત્તામાં સુધાર લાવીને અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને શહેરી વિસ્તારોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ મિશન હેઠળ, દાહોદ ખાતે ₹121 કરોડના અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર વિકસિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, દાહોદમાં સ્થિત ઐતિહાસિક છાબ તળાવ, જે દાહોદના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, તેનો પણ ₹120.87 કરોડના ખર્ચે પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરી માળખાકીય સુવિધાઓ, જીવનની ગુણવત્તા અને ટકાઉ વિકાસને વધારવા માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે 25 જૂન, 2015ના રોજ સ્માર્ટ સિટીઝ મિશનની શરૂઆત કરી હતી. આ મિશનનો હેતુ સામાજિક, નાણાકીય અને સંસ્થાકીય પાસાઓનો વિકાસ કરીને શહેરોને મોડલ શહેરી વિસ્તારોમાં પરાવર્તિત કરવાનો છે. આ મિશન હેઠળ, સમગ્ર ભારતમાંથી 100 શહેરો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ, એમ છ શહેરોની પસંદગી કરવામાં આવી છે. દાહોદને સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના 100 શહેરોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, કારણકે આ પ્રદેશ મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત છે અને તેમાં મુખ્યત્વે અનુસૂચિત જનજાતિ (આદિજાતિ)ના લોકો વસે છે. દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DSCDL)સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દાહોદને ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું. કંપનીધારા, 2013 હેઠળ 19 ડિસેમ્બર, 2017ના રોજ દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના દેખરેખ અને સંચાલન માટે નોડલ એજન્સી તરીકે દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DSCDL) ની સ્થાપના કરવામાં આવી હતી. આ મિશન હેઠળ, DSCDL એ ₹120.87 કરોડના ખર્ચે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવનો પુનરોદ્ધાર કર્યો અને ₹121 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)DSCDLએ અદ્યતન IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને નાગરિકોની સુરક્ષા વધારવા અને શહેરના વિકાસને વેગ આપવા માટે દાહોદ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું નિર્માણ કર્યું છે. NH-13 પર શહેરથી 3 કિમી દૂર દાહોદ કલેક્ટર ઓફિસ કેમ્પસમાં આવેલી આ G+3 (ગ્રાઉન્ડ ફ્લોર+3 માળ) બિલ્ડિંગમાં ક્લાઉડ-આધારિત ડિઝાસ્ટર રિકવરી સાથેનું અત્યાધુનિક ડેટા સેન્ટર છે. સેન્ટરના ઓપરેશનલ એરિયામાં 7×4 વિડિયો વૉલ પર 25 ઓપરેટર્સ ચોવીસ કલાક શહેરનું નિરીક્ષણ કરે છે. ₹121 કરોડના ખર્ચે નિર્મિત દાહોદ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) શહેરના IT નર્વ સેન્ટર તરીકે કાર્ય કરે છે, જે પોલીસ અને ટ્રાફિક મૅનેજમેન્ટ જેવા વિભાગોને મદદરૂપ બને છે. ICCCનું વ્યાપક CCTV નેટવર્ક દાહોદ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, ગુનાઓ ઉકેલવામાં અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. ICCC દાહોદના મહત્ત્વપૂર્ણ ઘટકો વર્ષો બાદ છાબ તળાવ ફરી જીવંત થયું, જૉગિંગ અને સાયકલિંગ ટ્રૅક, એમ્ફીથિયેટર બનાવવામાં આવ્યાદાહોદમાં પ્રવેશતાં જ શહેરનું હાર્દ સમું છાબ તળાવ મુલાકાતીઓને આવકારવા તૈયાર રહે છે. છાબ તળાવ વિક્રમ સંવત 1093માં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બાંધવામાં આવ્યું હતું. જ્યારે તેમણે દાહોદમાં છાવણી નાખી ત્યારે તેમના સૈનિકોએ પાણીની જરૂરિયાત માટે એક-એક છાબ ભરી માટી કાઢી હતી અને આ તળાવનું નિર્માણ થયું હતું. તાજેતરમાં DSCDL દ્વારા છાબ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં 2.5 કિમીનો જૉગિંગ અને સાયકલિંગ ટ્રૅક, એમ્ફીથિયેટર, બોટિંગની સુવિધા, યોગ કેન્દ્ર અને લૅન્ડસ્કેપ બગીચાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વધારાની સુવિધાઓમાં બાળકો માટે પ્લે એરિયા, એક ઓપન જિમ, પાણીનું શુદ્ધિકરણ અને વેન્ટિલેશન સિસ્ટમ, 360 KWનો સોલાર પ્લાન્ટ, ફૂડ કોર્ટ અને હસ્તકલા બજારનો સમાવેશ થાય છે.

india

ભારતમાં મેટા કંપનીને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને પાંચ વર્ષ માટે બેન

 ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા ફેસબુકની પેરન્ટ કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. 2021ની વોટ્સએપ પ્રાઇવસી અપડેટના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રાઇવસી અપડેટ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જે માટે આ દંડ અને બેન લાગુ કરવામાં આવ્યો છે. તેમજ કંપનીને આ પ્રકારની પ્રવૃત્તિઓથી ભવિષ્યમાં દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપ વિરુદ્ધ આ પગલા ઉઠાવવામાં આવ્યા હતા. તે સમયે વોટ્સએપ દ્વારા યુઝર્સના ડેટાને એકત્ર કરવામાં આવ્યા હતા અને એ ડેટાને મેટાની અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. આ યુઝર્સની પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે. મેટા કંપનીને 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે સાથે વોટ્સએપ પર પણ બેન લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ હવે તેના ડેટાને મેટા કંપનીની કોઈપણ અન્ય કંપની અથવા બિન-મેટા કંપનીને પાંચ વર્ષ સુધી કોઈપણ ડેટા આપશે નહીં. એડવર્ટાઇઝમેન્ટ માટે પણ આ ડેટાને શેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આથી, વોટ્સએપ અને મેટાને રેવેન્યુમાં મોટો ફટકો પડશે. વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરવામાં આવી હતી. આ મુજબ, વોટ્સએપ ફેસબુક અને મેટાની અન્ય કંપનીઓ સાથે પણ ડેટા શેર કરશે. 2016થી, યુઝર્સ પાસે તેમના ડેટા શેર કરવા અથવા ન કરવા નો વિકલ્પ હતો. પરંતુ 2021ની જાન્યુઆરીમાં રજૂ કરેલી નીતિ અનુસાર, વોટ્સએપના ઉપયોગ માટે આ તમામ શરતો માનવી ફરજિયાત હતી. આ નીતિની ખૂબ ટીકા કરવામાં આવી હતી. લોકોએ વખોળી કાઢતા મેટા કંપનીએ યુ-ટર્ન લીધો અને એ નીતિને કેન્સલ કરવાનો નિર્ધાર કર્યો. જોકે, વોટ્સએપ દ્વારા યુઝર્સને ખાતરી આપવામાં આવી કે તેમની પ્રાઇવસી સુરક્ષિત છે અને બિઝનેસ સંબંધિત નીતિમાં બદલી કરવામાં આવી છે. મેટા કંપનીની નવી નીતિ પર સાડા ત્રણ વર્ષ સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું કે વોટ્સએપની નીતિ યોગ્ય નથી. ઉપયોગ કરવો હોય તો શરતો માનવી જ પડશે, તે ખોટું છે. આ નીતિમાં યુઝર્સ પાસે અસ્વિકાર કરવાનો વિકલ્પ નથી અને તેમના ડેટાને મેટા કંપની સાથે શેર કરવાની શરત માનવી જ પડશે. આથી યુઝર્સ પાસે સ્વતંત્રતા નહોતી અને તેમને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા.

World

ક્લાઇમેટ ચેન્જ, અમીરો પર ટેક્સ…: G20 સમિટમાં આ પાંચ મુદ્દે સહમત થયા વૈશ્વિક નેતાઓ

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા દેશના નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ, યુક્રેન-રશિયા યુદ્ધ, ગાઝા-ઈઝરાયલ અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમિટ દરમિયાન દુનિયાના અનેક દેશો વચ્ચેના મતભેદો વચ્ચે કેટલીક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. આ G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી હતી. આ સમિટમાં એવી અપેક્ષા રખાઈ રહી હતી કે G20 દેશના નેતાઓ અઝરબૈજાનમાં અટવાયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ વાર્તાને ફરીથી શરૂ કરશે. પરંતુ  G20ના અંતિમ ઘોષણાપત્રમાં ક્લાઈમેટ ફાઇનાન્સને ટ્રિલિયન સુધી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પણ અહીં તેમણે એ સ્પષ્ટ કર્યું ન હતું કે આ રૂપિયા ક્યાંથી આવશે? વૈશ્વિક નાગરિક ઝુંબેશ જૂથના સહ-સ્થાપક મિક શેલ્ડ્રિકે જણાવ્યું હતું કે, તેમણે આપણી સામે જે પડકારો છે તેના માટે કોઈ પગલાં લીધાં નથી. યુક્રેન યુદ્ધ આ સમિટમાં ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. માત્ર એક દિવસ પહેલા જ અમેરિકાએ યુક્રેનને આપેલી લાંબા અંતરની મિસાઇલોને રશિયાના પ્રદેશ પર હુમલો કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. રશિયા પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જો અમારા પર કોઈ હુમલો થાય છે તો તેની જવાબી કાર્યવાહી કરવા માટે પણ અમે તૈયાર છીએ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રાઝિલ સાથે મળીને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે G20ને યુદ્ધને શાંત કરવા માટે મદદની અપીલ કરી હતી. અંતિમ ઘોષણાપત્રમાં G20 નેતાઓએ કહ્યું હતું કે, યુક્રેનમાં વ્યાપક, ન્યાયીસંગત શાંતિને સમર્થન આપતી તમામ રચનાત્મક પહેલોનું અમે સ્વાગત કરીએ છીએ. ગયા વર્ષની G20 સમિટની જેમ, કોઈ પણ દેશ પર બળનો ઉપયોગ કરીને તેના પ્રદેશને અધિગ્રહણ કરવાની નિંદા કરી હતી. પરંતુ અહીં તેમણે રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. ગાઝા અને લેબનોનમાં G20 નેતાઓએ વ્યાપક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુએનના ઠરાવ અનુસાર થવું જોઈએ. જેમાં હમાસને તમામ બંધકોને મુક્ત કરવાના બદલામાં કાયમી યુદ્ધવિરામ માટે કહેવામાં આવ્યું  છે. આ સાથે લેબનોનમાં પણ યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી નાગરિકો સરહદની બંને તરફ સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે. વધારે આવક ધરાવતા અમીરો પર અસરકારક રીતે વધુ કર લાદવામાં આવે તે વિચારને G20 સમિટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે, તેમાં કર સિદ્ધાંતોની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. બ્રાઝિલની G20 પ્રેસિડન્સી દ્વારા આ મુદ્દા પર અહેવાલ લખવા માટે પસંદ કરાયેલા અર્થશાસ્ત્રી ગેબ્રિયલ ઝુકમૈને આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરી હતી.

World

અમેરિકામાં ઓર્ગેનીક ગાજરથી ફેલાયો જીવલેણ વાયરસ: 1 નું મોત: અનેક બિમાર

અમેરિકામાં હાલમાં ગાજરના કારણે એક જીવલેણ વાયરસ ફેલાયો છે. ઈ.કોલી નામના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો બીમાર પડ્યા છે. જોકે, હાલમાં તે ગાજરને રિકોલ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈએ ચેપગ્રસ્ત ગાજરને ખરીદ્યા હોય તો તેને ફેંકી દેવા અથવાતો સ્ટોરમાં પરત કરી દેવા. અમેરિકામાં હાલમાં ઈ.કોલી ઈન્ફેક્શનથી ફફડાટ ફેલાયો છે અને ફેડરલ રેગ્યુલેટર્સે જણાવ્યું હતું કે ઓર્ગેનિક કેરટ્સ એટલે કે ઓર્ગેનિક ગાજર સાથે જોડાયેલા ઈ.કોલીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 39 લોકો બીમાર પડ્યા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, ગ્રીમવે ફાર્મ્સ દ્વારા વેચવામાં આવેલા ઓર્ગેનિક કેરટ્સ અને બેબી કેરટ્સની બહુવિધ બ્રાન્ડ્સ સાથે ઈન્ફેક્શન જોડાયેલો હતો. એજન્સીના જણાવ્યા પ્રમાણે પંદર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સ્ટોરમાં ઉપલબ્ધ ગાજરને રિકોલ કરવાથી કોઈ ફરક પડવાની શક્યતા નથી પરંતુ ગ્રાહકોના રેફ્રિજરેટર્સ અથવા ફ્રીઝરમાં હોય તેવા ગાજરના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે.  કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ સ્થિત ગ્રીમવે ફાર્મ્સએ  એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તેના બેગ્ડ ઓર્ગેનિક કેરટ્સ અને બેબી કેરટ્સને રિકોલ કર્યા છે. રિકોલ કરવામાં આવેલા આવેલા ઉત્પાદનોમાં ઓર્ગેનિક હોલ કેરટ્સનો સમાવેશ થાય છે. તેની બેગ પર તેની એક્સપાયરી ડેટ લખવામાં નહતી આવી પરંતુ 14 ઓગસ્ટથી 23 ઓક્ટોબર 2024 સુધી રિટેલ સ્ટોર્સ પર તે ગાજર ખરીદી માટે ઉપલબ્ધ હતા. રિકોલમાં ઓર્ગેનિક બેબી કેરટ્સ પણ સામેલ હતા જેના ઉપયોગ માટેની શ્રેષ્ઠ તારીખ સપ્ટેમ્બર 11થી નવેમ્બર 12 2024 સુધીની હતી. આ ગાજર વિવિધ નામની બ્રાન્ડ સાથે ઘણા બધા રિટેલર્સ પર વેચવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે આ ગાજરના ચેપની સૌથી વધુ અસર મિનેસોટા, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન જેવા રાજ્યોને થઈ છે.સામાન્ય રીતે જે વ્યક્તિ ઈ.કોલીનો ચેપ લાગેલી વસ્તુ ખાય તેના ચાર દિવસ બાદ તેની અસર જોવા મળતી હોય છે. તેના લક્ષણોમાં પેટમાં દુ:ખાવો અને ડાયેરિયા સામેલ છે. 

india

કાશ્મીર થીજી ગયું: અનેક જગ્યાએ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો

શ્રીનગરઃકાશ્મીરમાં શુષ્ક હવામાન વચ્ચે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. સોમવારે ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. સોનમર્ગ સૌથી વધુ ઠંડુ ક્ષેત્ર રહ્યું હતું, જયાં ન્યુનતમ તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરખીણમાં ગત દિવસોમાં એક પછી એક બે પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે હવામાનનો બિજાજ તીખો બન્યો છે. આ બાજુ પહેલ ગામમાં ન્યુનતમ તાપમાન માઈનસ 2.0 જયારે ગુલમર્ગમાં આજ રાતનું ન્યુનતમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સીયસ રેકોર્ડ કરાયું છે. હવામાન વિભાગે 24 નવેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની સંભાવના દર્શાવી છે. અલબત બીજા ડિસ્ટર્બન્સની અસરને લઈને પર્વતીય વિસ્તારોએ 2-5 ઈંચની બરફની ચાદર ઓઢી લીધી હતી. જયારે આ દરમિયાન નીચલા વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. હાલમાં વરસાદ અને બરફ વરસાદ બાદ ખીણમાં હવામાન શુષ્ક બન્યું છે. આવનારા દિવસોમાં વધશે ઠંડીતાપમાનમાં ઘટાડાનો સિલસિલો આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી જશે. હવામાન વિભાગે હાલની ઠંડીમાં શિયાળામાં લા-નીનાની અસર આવનાર દિવસોમાં બની રહેવાથી ખીણ ઠંડીની ઝપટમાં આવવાની સંભાવના દર્શાવી છે.

india

ભારતમાંથી ચોરાયેલી 1400 જેટલી પ્રાચીન વસ્તુઓ અમેરિકાએ પરત કરી

ન્યુયોકઃમધ્યપ્રદેશમાંથી 1980ના દાયકામાં ચોરાયેલી રેતીના પથ્થરની મૂર્તિ અને 1960ના દાયકામાં રાજસ્થાનથી ચોરાયેલી મૂર્તિ એ 1400થી વધુ પ્રાચીન વસ્તુઓમાં સામેલ છે, જેને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. આ પુરાતનનું કુલ મૂલ્ય એક કરોડ અમેરિકી ડોલર છે. ભારતમાંથી ચોરાયેલી 600થી વધુ પ્રાચીન વસ્તુઓને આગામી કેટલાક મહિનાઓમાં પરત કરવામાં આવશે. મેનહટ્ટન ડિસ્ટ્રીકટ એટર્ની એલ્વિન એલ બ્રેરા જૂનિયરના એક નિવેદન અનુસાર આ વસ્તુઓને એક સમારોહમાં પરત કરવામાં આવી હતી. આ તકે ભારતના મહા વાણિજય દૂતાવાસના મનીષ કુહારી અને ન્યુયોર્ક સાંસ્કૃતિક સંપત્તિ, કલા અને પુરાવશેષ સમૂહ પર્યવેક્ષક એલેકઝાન્ડ્રા ડીઅર્માસ હાજર હતા.  બ્રેગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કમ સે કમ 1440 પુરાવશેષ ભારતને પરત અપાયા હતા. જેનું મૂલ્ય એક કરોડ અમેરિક ડોલર છે. પરત અપાયેલી વસ્તુઓમાં 1980ના દાયકામાં મધ્યપ્રદેશના મંદિરમાંથી ચોરાયેલી એક નર્તકીની રેતીના પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે. આ ઉપરાંત રાજસ્થાનના તનેશ્વર મહાદેવ ગામથી ચોરાયેલી છે તનેસર માતાની મૂર્તિ પણ સામેલ છે.  મધ્યપ્રદેશથી ચોરાયેલી મૂર્તિને તસ્કરોએ વેચવાની સરળતા માટે બે ભાગમાં વિભાજિત કરી હતી. ફેબ્રુઆરી 1992 સુધી આ બન્ને ભાગોને ગેરકાયદે લંડનથી ન્યુયાર્ક લઈ જવાયા હતા. બન્ને ભાગોને પછી વ્યાવસાયિક રીતે કરીથી ચોડી દેવાયા હતા. અને ઝટ્ટો પોલિટીન મ્યુઝિયમ ઓફ આર્ટને દાન કરી દેવામાં આવ્યા. આ મૂર્તિ મેટ્રો પોલિટીન મ્યુઝીયમ ઓફ આર્ટમાં ત્યાં સુધી આ મૂર્તિ પ્રદર્શીત થતી રહી જયાં સુધી તેને 2023માં એન્ટ્રીકલ ટ્રાફિક યુનીટ (એટીટ) દ્યવારા જપ્ત નહોતી કરાઈ.

gujarat

પોરબંદરના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સકાંડમાં પાકિસ્તાની કનેકશન : ISIની સંડોવણી

પોરબંદરઃપોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સ પાકિસ્તાનની ઈંજઈંની ઉશ્કેરણી પર ભારત મોકલવામાં આવ્યો હતો. જે અંગે તપાસ અધિકારીઓએ આ શંકા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, આ કન્સાઈનમેન્ટ પાછળ પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા હાજી સલીમનો હાથ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ હાજી સલીમ દાઉદ ઈબ્રાહિમ અને ઈંજઈં માટે કામ કરે છે. આ પહેલા પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે. હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઈન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે અને તે પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરનેશનલ ડ્રગ્સનો કારોબાર કરે છે. હાજી સલીમ એનસીબી અને ઘણા દેશોની તપાસ એજન્સીઓના રડાર પર છે. તેનું હજારો કરોડનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત ATS  અને NCBએ પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ ઈરાની બોટમાંથી લાવવામાં આવતું હતું અને IMBLના રડાર પર આવ્યા બાદ ડ્રગ્સ કબજે કરવામાં સફળતા મળી હતી. અગાઉ માર્ચ મહિનામાં ગુજરાત ATS ની ટીમે એક ઓપરેશનમાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. ટીમે તેમની પાસેથી ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતના પોરબંદર નજીક 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ટીમે તેમની પાસેથી 450 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ અને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા.

Ahmedabad

ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનધારકોને માલીકી હક્ક મળશે?!

અમદાવાદઃગુજરાત હાઉસીંગ સોસાયટીના રહીશો લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. આવામાં હવે હાઉસિંગ સોસાયટીના રહીશોના ફાયદાના ગુડ ન્યુઝ જલ્દી જ સામે આવી શકે છે. ગુજરાત હાઉસીંગ સોસાયટી જલ્દી જ એક નિર્ણય લેવા જઇ રહી છે કે, હાઉસીંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટૂંક સમયમાં નવા મકાનના માલિક બની શકે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના નાગરિકો અનેક મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે. એક તરફ મકાનો જર્જરીત બની રહ્યા છે અને તેમના રિડેવલપમેન્ટ અંગે અનેક અડચણો આવી રહ્યા છે.  હાઉસિંગ બોર્ડના જુના મકાનોને નવા બનાવવા સરકાર દ્વારા યોજના તો લાવવામાં આવી છે. પરંતુ તેનો અમલ થઇ નથી રહ્યો. બીજી તરફ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં જે લોકોને મકાન ફાળવાય છે તે લોકો આ મકાનના માલિક બનતા નથી. માત્ર કબજેદાર ગણાય છે. આવામાં હવે ગુજરાત હાઉસીંગ બોર્ડે ટુંક સમયમાં જ એક મોટો નિર્ણય લે એવી હિલચાલ દેખાઇ રહી છે. હાઉસીંગ બોર્ડના આ નિર્ણયનો ફાયદો અનેક રહીશોને મળશે. હાઉસીંગ બોર્ડમાં જેઓના જુના મકાન જુના છે અથવા ભવિષ્યમાં જેમને મકાન મળશે તે તમામ રહીશોને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. હાઉસીંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટુંક સમયમાં નવા મકાનના માલિક બની જાય એવી સંભાવના સેવાઇ રહી છે. સાથે જ તેઓને જલ્દી જ તેમની જર્જરીત ઇમારતોની સામે નવી ઇમારતો મળી રહે તેનું પણ આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા મકાનોનું બાંધકામ સમયાંતરે ચાલતું રહ્યું છે. જો કે ગુજરાત હાઉસિંગ સોસાયટીની અનેક ઇમારતો જુની થઇ ગઇ છે જેના બાંધકામ માટે લાંબા સમયથી હિલચાલી થઇ રહી છે. હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટ માટે કેટલાક નિયમો પણ લાગુ કરાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રી-ડેવલપમેન્ટ ઝડપથી થઇ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હકક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફલેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલીસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે. અનેક હાઉસીંગ બોર્ડના મકાનોનું રીડવપલમેન્ટ શક્ય નથી તેના અનેક કારણો છે પરંતુ મોટુ કારણ એ છે કે મોટાભાગના આવાસ ઝુંપડપટ્ટી તેમજ ગીચ વિસ્તારમાં છે. ઘણા આવાસની આસપાસ રોડ નવ મીટરના સાંકડા હોવાથી બિલ્ડરોને એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) પણ ઓછી મળતી હોવાથી ઉંચી ઇમારતો બનાવી શકતા નથી. તો કેટલાક વિસ્તારમાં બિલ્ડરોને ધારેલી કિંમત મળતી નથી જેના કારણે આવા આવાસોની કિંમત પોઝીટીવ ભરવાના બદલે નેગેટીવ એટલે કે માઇનસમાં ટેન્ડર ભરતા હોય છે. આવી પરિસ્થિતિમાં સરકારે બિલ્ડરને રોકડા નહીં બલ્કે તબદીલીપાત્ર વિકાસના હક્કો (ટીડીઆર સર્ટી.) ચૂકવવા પડે. આમ સરકારને સરવાળે આર્થિક નુકસાન જાય છે. ઉપરથી રહેવાસીને ફલેટના માલિકી હક નહીં હોવાથી ફલેટ પ્રત્યે પોતાપણુ નહીં રાખતા જેથી ફલેટ જર્જરીત બનતા જઇ રહ્યા છે. હાઉસીંગ બોર્ડના મકાનોના રિ-ડેવલપમેન્ટમાં સરકારને મોટું નુકસાન જાય એમ છે તેથી જ હવે સરકાર આ અંગે મોટા નિર્ણયો લઇ ફલેટના માલિકી હકક આપવાનું વિચારી રહી છે.

Scroll to Top