નવી દિલ્હી:
2024માં ખાદ્ય ફુગાવો એક દાયકામાં તેનાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જે મોટાભાગે શાકભાજીનાં ભાવમાં થયેલાં વધારાને કારણે છે. નિષ્ણાતો આશાવાદી છે કે આ વર્ષે ખાદ્ય ફુગાવો હળવો થઈ શકે છે, જો હવામાન સંબંધિત કોઈ મોટાં અવરોધો ન હોય તો ફુગાવો ઘટી જશે.
સરેરાશ, ખાદ્ય ફુગાવો 2014 માં 7 ટકા થી વધીને 2024 માં 8.4 થયો. તે 2023 માં 6.8 ટકા હતો. 2024 માં શહેરી વિસ્તારોમાં 8.38 ટકા કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર થોડો ઊંચો 8.39 ટકા જોવા મળ્યો હતો.
એચડીએફસી બેંકનાં મુખ્ય અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સતત હવામાન સંબંધિત વિનાશના કારણે શાકભાજીનાં પુરવઠા પર અસર થઈ હતી, જેનાં કારણે ખાદ્ય ફુગાવાને આગળ વધ્યો હતો.”
2024 માં, શાકભાજીનો ફુગાવો 2023માં 5.7 ટકાની સરખામણીએ સરેરાશ 26.8 ટકા વધારે હતો. ગ્રામીણ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં 25.5 ટકા કરતાં ગ્રામીણ વિસ્તારોમાં 27.7 ટકા હતો એટલે કે લગભગ 2.2 ટકા વધારે હતો.
ક્વોન્ટેકો રિસર્ચના અર્થશાસ્ત્રી યુવિકા સિંઘલે જણાવ્યું હતું કે, “તે વિવિધ પરિબળોનું મિશ્રણ હતું જેમ કે અતિશય વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિલંબ, ભારે ગરમીનાં કારણે શાકભાજીનાં પુરવઠા પર અસર થઈ હતી.”
તેણીએ એ પણ નોંધ્યું હતું કે, જ્યારે પ્રદેશોમાં અતિશય વરસાદ પડે છે ત્યારે પરિવહનની મુશ્કેલીઓ ઊભી થાય છે, જે ઉત્પાદનની હિલચાલને અવરોધે છે. ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ ડિસેમ્બરમાં સતત 11મી વખત રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.
નિષ્ણાતો માને છે કે, 5-7 ફેબ્રુઆરીએ એમપીસીની આગામી બેઠક દરમિયાન રેટ કટની શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. જોશીએ જણાવ્યું હતું કે, “જો ખાદ્યપદાર્થોનો ફુગાવો આટલો ઊંચો ન હોત, તો દરમાં ઘટાડો થઈ શક્યો હોત,” જોશીએ ઉમેર્યું હતું કે રૂપિયામાં ઘટાડો પણ એમપીસીના નિર્ણય પર ભાર મૂકે છે.
કઠોળ અને ઉત્પાદનોએ 2024માં 13.4 ટકાના દરે બીજા ક્રમે સૌથી વધુ ફુગાવો નોંધાવ્યો હતો, ત્યારબાદ અનાજ અને ઉત્પાદનોનો 7.7 ટકા હતો. ઈંડા અને ફળોમાં પણ 2024માં નોંધપાત્ર ફુગાવો જોવા મળ્યો હતો, જેમાં સરેરાશ અનુક્રમે 6.9 ટકા અને 6.5 ટકાનો ભાવ વધારો થયો હતો, જે તેમને સૌથી વધુ ફુગાવાવાળી ટોચની પાંચ વસ્તુઓમાં સ્થાન આપે છે.
નિષ્ણાતોની ધારણા છે કે 2025 માં ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જો કોઈ ભારે હવામાનની ઘટનાઓ ન બને જે પાકને નુકસાન પહોંચાડે તો ભાવ ઘટી શકે છે.
ગુપ્તાએ નોંધ્યું હતું કે, ખાદ્ય ફુગાવો 2025માં સાધારણ રહેવાની ધારણા છે. શાકભાજીનાં ભાવ મોસમી વધઘટ સાથે અસ્થિર રહેશે , પરંતુ છેલ્લાં 1.5 વર્ષમાં જોવા મળેલી આત્યંતિક કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી.