એક 100 રૂપિયાની નોટ 56 લાખમાં વેચાઈ, આ ખાસ વાત છે નોટમાં..
નવી દિલ્હી : 100 રૂપિયાની નોટ 56 લાખ રૂપિયામાં વેચાઈ છે. કદાચ તમે માનવામાં નહિ આવે પરંતુ, આ સત્ય છે. લંડનમાં યોજાયેલી હરાજીમાં 100 રૂપિયાની ભારતીય નોટ 56 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ નોટનો સીરીયલ નંબર એચએ 078400 છે. આ ‘હજ નોટ’ 1950માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી.
આરબીઆઈએ આ નોટો હજ યાત્રા માટે ગલ્ફ કન્ટ્રીમાં જતાં ભારતીય યાત્રાળુઓ માટે જારી કરી હતી. તેનો હેતુ સામાન્ય ભારતીય ચલણ સાથે સોનાની ગેરકાયદેસર ખરીદીને રોકવાનો હતો.
કુવૈતે 1961માં પોતાનું ચલણ રજૂ કર્યું, જેને ટૂંક સમયમાં અન્ય ખાડી દેશોએ અપનાવ્યું હતું. પરિણામે, 1970ના દાયકામાં હજ નોટોનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. આજકાલ આ નોટો દુર્લભ ગણાય છે. તેઓ ચલણ કલેક્ટર્સ વચ્ચે ખૂબ મૂલ્યવાન છે. તેમનું મૂલ્ય તેમની સ્થિતિ અને દુર્લભતા પર આધારિત હોય છે.
લંડનમાં યોજાયેલી હરાજીમાં વેચાયેલી 100 રૂપિયાની ’હજ નોટ’નો ઈતિહાસ છે. આ નોટ 1950 માં જારી કરવામાં આવી હતી. આરબીઆઈએ હજ યાત્રા માટે ગલ્ફ દેશોમાં જતાં ભારતીય યાત્રાળુઓ માટે ‘હજ નોટ’ જારી કરી હતી.
તે સમયે હજયાત્રીઓ હજ યાત્રા માટે સોનું ખરીદતાં હતાં. જેનાં કારણે ભારતમાંથી ગેરકાયદેસર રીતે સોનાની નિકાસ કરવામાં આવી રહી હતી. આને રોકવા માટે આરબીઆઈએ ‘હજ નોટ’ જારી કરી હતી. આ નોટો માત્ર કેટલાક ગલ્ફ દેશોમાં જ માન્ય હતી. આ નોટો ભારતમાં ચાલતી નહોતી.