મફતમા આધારકાર્ડમાં ફેરફાર કરવાની છેલ્લી તક : એફડી વ્યાજ દરો ફરી ઘટવાની સંભાવના : યુપીઆઈ એપમાં નવો નિયમ લાગુ થશે : ઈપીએફઓ સભ્યો માટે નવી સુવિધા શરૂ થશે
નવી દિલ્હી
એક જુનથી નવા ફેરફારો થઈ રહ્યા છે. ક્રેડીટ કાર્ડથી ઈએમઆઈ ભરવામાં ચુકથી દંડ લાગી શકે છે. યુપીઆઈએપનો નવો નિયમ લાગુ થશે.એફડી વ્યાજ દરોમાં ફેરફાર થઈ શકે છે.
ક્રેડીટ કાર્ડથી ઈએમઆઈ ભરવાનું ચુકી જવાથી દંડ લાગી શકે છે
ક્રેડીટ કાર્ડધારકે એ ધ્યાન રાખવુ પડશે કે જો ક્રેડીટ કાર્ડથી કોઈ ઈએમઆઈ કે બિલ ઓટો ડેબીટ નિશ્ર્ચિત તારીખે ન થઈ શકે તો બે ટકા દંડ ભરવો પડી શકે છે. આ સાથે ક્રેડીટ કાર્ડ પર વીજળી, પાણી, પેટ્રોલ, ડીઝલનું પેમેન્ટ કરો છો તો તેના પર વધારાનો ચાર્જ લાગી શકે છે.
એફડી વ્યાજ દરોમાં ફેરફાર સંભવ
જુનની 6 તારીખે આરબીઆઈની મૌદ્રિક નીતી સમક્ષાની બેઠક યોજાશે.એવી અટકળો લગાવાઈ રહી છે કે આરબીઆઈ વધુ એકવાર રેપોરેટમાં ઘટાડા કરી શકે છે. જો આમ થાય તો બેન્ક એફડી પર વ્યાજદરો ઘટાડી શકે છે.
ઈપીએફઓ સભ્યો માટે નવી સુવિધા શરૂ થશે
ઈપીએફઓ જુનમાં સભ્યો માટે નવી સુવિધા કરી શકે છે. જુનમાં ઈપીએફઓનુું નવુ વર્જન 3.0 લોન્ચ થઈ શકે છે. આથી ઈપીએફઓ સભ્યોને પીએફ સાથે જોડાયેલી બધી જાણકારીઓ જેમ કે રોકડ ઉપાડ, દાવો કરવો કે જાણકારીને અપડેટ કરવી પહેલા કરતા વધુ સરળ થઈ જશે. જયારે આ મહિનાથી ઈપીએફઓ ખાતાની એટીએમ દ્વારા ઉપાડની સુવિધા પણ શરૂ કરાઈ શકે છે.
યુપીઆઈ એપનો નવો નિયમ લાગુ થશે
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે યુપીઆઈનો નવો નિયમ 30 જુનથી લાગુ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત યુપીઆઈથી પેમેન્ટ કરતી વખતે ઉપયોગકર્તાએ રકમ મેળવનારનું બેન્કમાં રજીસ્ટર્ડ વાસ્તવિક નામ જ દેખાશે.
આ પહેલા ઉપનામ, આઈડી કોડ કે મોબાઈલ નંબરમાં નોંધાયેલ નામ વગેરે દેખાતા હતા. નવા નિયમનો ઉદેશ પુરા દેશમાં પેમેન્ટ સુરક્ષાને બહેતર બનાવવાનો છે. આ સાથે જ છેતરપીંડીનાં કેસો પર લગામ કસાશે
મફતમાં આધારકાર્ડમાં ફેરફાર કરવાની છેલ્લી તક
આધારમાં નામ, સરનામું, જન્મ તારીખ, લીંગ વગેરે જેવી ડેમોગ્રાફીક જાણકારી અપડેટ કરાવવા માટેની છેલ્લી તારીખ 14 જુન 2025 છે. આ તારીખ બાદ ઉપરોકત ફેરફારોનાં 50 રૂપિયા ચાર્જ લાગશે અને આ અપડેટ ઓનલાઈન નહિ પણ નજીકનાં આધાર સેવા કેન્દ્ર પર જ કરાવવા માંગે છે.તો માય આધાર પોર્ટલ પર જઈને તે વિનામુલ્યે અપડેટ કરાવી શકે છે.
15 જુન સુધી ઉપલબ્ધ થશે ફોર્મ-16
આઈટી રીટન માટે કેટલાંક જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે જેમાં ફોર્મ 16 અને ફોર્મ 16 એ જેવા ટીડીએસ સર્ટીફીકેટ સામેલ છે. નિયુકિત કરનાર પોતાના કર્મચારીઓને 15 જુન સુધી આ ફોર્મ ઈસ્યુ કરી શકે છે. ત્યારબાદ કર્મચારી પોતાના આવકવેરા રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા પુરી કરી શકે છે.