નવી દિલ્હી (પીટીઆઇ): હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડે બુધવારે વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં એકમોના કુલ વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાવ્યો હતો. કંપનીનું સ્થાનિક વેચાણ ૨૦૨૪ માં 68,650 યુનિટ રહ્યું હતું, જે 2023માં 84,289 યુનિટ હતું, જે 18.55 ટકા ઓછું છે.
હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (એચસીઆઇએલ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2024માં નિકાસ બમણી વધીને 63,221 યુનિટ્સ થઈ હતી, જે 2023માં 25,854 યુનિટ્સ હતી.
કંપનીએ ડિસેમ્બર 2024માં કુલ 9,460 એકમોનું વેચાણ કર્યું હતું, જેમાં સ્થાનિક વેચાણ 5,603 એકમોનું અને નિકાસ 3,857 એકમો રહ્યા.
આ કામગીરી પર ટિપ્પણી કરતાં HCILના વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, કુણાલ બહલે જણાવ્યું હતું કે, “2024 એ ઉદ્યોગજગત માટે મિશ્ર પરિણામ લાવનાર વર્ષ રહ્યું હતું. જ્યારે સ્થાનિક કાર બજારમાં નવી માંગ ઊભી કરવા સામે પડકારો હતા, ત્યારે HCILએ 2024માં તેની અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ નોંધાવી હતી, જે મહદઅંશે અમારી મધ્યમ કદની SUV હોન્ડા એલિવેટની નિકાસને આભારી હતી.”
આગામી કામગીરી અંગે તેમણે કહ્યું હતું કે, “નવા લોન્ચ થયેલા મોડલ (અમેઝ) અને ભારતીય બજાર પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે અમે 2025ને આવકારવા આતુર છીએ.