ત્રણ મહિનામાં જનતા ટ્રમ્પના નિર્ણયોથી નારાજ જોવા મળી રહી છે. તેઓ હવે ગુસ્સે છે અને ટ્રમ્પ વિરુદ્ધ રસ્તાઓ પર એકઠા થઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ટેરિફ છે, જેના કારણે અમેરિકાનું શેરબજાર તૂટ્યું છે. રોકાણકારો નાણાં ગુમાવી રહ્યા છે. વિદેશી સામાન મોંઘો થશે. આ ગુસ્સામાં અમેરિકન લોકો ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકન લોકો નારાજ છે. અમેરિકાના 50 રાજ્યોમાં 150થી વધુ જૂથો ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ ટેરિફ, છટણી, અર્થવ્યવસ્થા અને માનવ અધિકાર જેવા મુદ્દાઓને લઈને કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારા સંગઠનોમાં નાગરિક અધિકાર સંગઠન, મજૂર સંગઠનો, LGBTQ અને મહિલા અધિકાર સંગઠનોનો સમાવેશ થાય છે. ટ્રમ્પના નિર્ણયોથી નારાજ લાખો લોકો કેલિફોર્નિયાના રસ્તા પર ઉતરી આવ્યા છે અને ટ્રમ્પ પર દેશને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે
.ટ્રમ્પના વિરોધમાં રવિવારે દેશભરમાં 1400થી વધુ રેલીઓ કાઢવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે લગભગ છ લાખ લોકોએ નોંધણી કરાવી હતી. આ વિરોધને ‘હેન્ડ્સ ઑફ’ નામ આપવામાં આવ્યું હતું, ‘હેન્ડ્સ ઑફ’ એટલે અમારા અધિકારોથી દૂર રહો. આ સાથે વિરોધીઓએ બતાવવાનો પ્રયાસ કર્યો કે તેમના અધિકારો પર કોઈનું નિયંત્રણ હોવું જોઈએ નહીં.રિપોર્ટ અનુસાર ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકામાં ઈલેક્ટ્રોનિક્સ સામાન લગભગ 100% મોંઘો થવાની આશા છે. એવું માનવામાં આવે છે કે વિદેશી કંપનીઓનો સામાન અમેરિકામાં મોંઘો થશે, જેની સીધી અસર અમેરિકન મધ્યમ વર્ગ પર પડશે. તેમનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જવાની આશંકા છે. ખાદ્યપદાર્થોથી લઈને દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, દાંત, પ્લાસ્ટિકની વસ્તુઓ અને વાહનો બધું જ મોંઘું થઈ જશે