ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પ લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે તેને આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરાના વિભાગ તરફથી અતિરિક્ત રૂ.૨૬.૪૦ કરોડની ડિમાન્ડ કરવામાં આવી છે.
કંપનીને 31 ડિસેમ્બર, 2024ના રોજ આવકવેરાના નાયબ કમિશનર, સેન્ટ્રલ સર્કલ 27, નવી દિલ્હી તરફથી આકારણી વર્ષ 2020-21 માટે આદેશ મળ્યો હતો, એમ હીરો મોટોકોર્પ લિમિટેડે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.
કંપનીએ જણાવ્યું હતું કે તેણે 31 ડિસેમ્બર, 2020ના રોજ આકારણી વર્ષ માટે પોતાનું આવકવેરાનું રિટર્ન દાખલ કર્યું હતું, કંપનીએ જણાવ્યું હતું કે આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર કરવેરા અધિકારી દ્વારા તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
“આવકવેરા અધિકારીએ નોંધાયેલી આવકમાં આશરે રૂ.96.50 કરોડનો ઉમેરો કર્યો છે, જેના પરિણામ સ્વરૂપ રૂ.26.4 કરોડ (આશરે) ની અતિરિક્ત કરવેરાની માંગ થઈ છે.
હીરો મોટોકોર્પે જણાવ્યું હતું કે તે હુકમનું અદ્યયન કરી રહી છે અને અપીલ દાખલ કરવા અને રિવિઝન અરજી સહિત યોગ્ય પગલાં લેશે.” મેનેજમેન્ટના મતે, કરવામાં આવેલ માંગણી ટકવાપાત્ર નથી અને કંપનીની નાણાકીય, દૈનિક કામગીરી કે અન્ય પ્રવૃત્તિઓ પર તેની ભૌતિક અસર થવાની સંભાવના નથી.