પ્રમુખ વ્લાદીમીર પુતિનના ગુરૂ અને તેઓના કાર્યો પાછળની મેધા મનાતા રાજ્યશાસ્ત્રી ઉપરાંત તત્વજ્ઞા એલેક્ઝાન્ડર દુગિન અત્યારે ભારતની અંગત મુલાકાતે આવેલા છે.
એક ખાસ મુલાકાતમાં તેઓએ વિશ્વમાં કઈ રીતે અને શા માટે પરિવર્તનો થઈ રહ્યા છે, તેમજ ભારતનાં ભાવિ સહિત અનેકવિધ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. સાથે હિન્દૂત્વના પ્રસારને વિશ્વ કઈ રીતે જુવે છે તે વિશે પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું.
તેઓ રશિયન વિશ્વના અસામાન્ય સમર્થક છે અને 2022માં રશિયાએ યુક્રેન ઉપર કરેલા આક્રમણને યોગ્ય ગણે છે. તેઓએ આ મુલાકાતમાં ભારત એટલે માત્ર વર્તમાન ભારત જ નહીં પરંતુ અખંડ ભારતની વાત કહેવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, તેઓ આધુનિકતાને વેદકાળથી ચાલ્યા આવતાં મૂલ્યો સાથે જોડી રહ્યા છે. તેઓના પ્રયાસોથી ભારત વિશ્વ રંગભૂમિ ઉપર સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વિશ્વ ગુરૂ તરીકે આગળ આવ્યું છે.
નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા કહેતા મહામના દુગિને કહ્યું હતું કે, તેઓના પ્રયાસોથી ભારત એક પ્રબળ-સત્તા તરીકે આગળ આવ્યું છે. તેઓ રશિયા તથા અમેરિકા બંને સાથે સંતુલન રાખી શક્યા છે અને તે બંને દેશો ઉપરાંત વિશ્વના અન્ય દેશો સાથે પણ સઘન સંબંધો બાંધી શક્યા છે.
ઉલ્લેખનીય છે કે, 19મી સદીમાં રશિયામાં થયેલા મહાનતત્વ ચિંતક કાઉન્ટલીઓ ટોલસ્ટોઈ સાથે એલેકઝાન્ડર દુગિનની સરખામણી થાય છે.