મુંબઇ
એક તરફ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આગામી મહિનામાં તેની ધિરાણ નીતિમાં હવે વ્યાજદરમાં ઘટાડો કરે તેવા સંકેત છે તે વચ્ચે બેન્ક ઓફ ઇન્ડિયાએ સીનીયર સીટીઝન માટે વધુ એક થાપણ યોજના લોન્ચ કરી છે અને તેમાં હાલ કરતાં 10 બેઝીક પોઇન્ટ વધુ વ્યાજ મળશે.
જ્યારે એચડીએફસી બેન્કે બલ્ક ડીપોઝીટ પરના વ્યાજદર વધાર્યા છે. આમ બેન્કોમાં જે રીતે થાપણ વૃધ્ધીદર ધીમો પડી રહ્યો છે તેના માટે બેન્કો હવે વધુ ચિંતિત બની છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સીનીયર સીટીઝન માટે 7.75 ટકાનું વ્યાજ ઓફર કરતી થાપણ યોજના લોન્ચ કરી છે.
જ્યારે અન્ય માટે 444 દિવસની અમૃત વૃષ્ટિ યોજનામાં 7.25 ટકા વ્યાજ મળશે. આ યોજના 31 માર્ચ-2025 સુધી ચાલુ રહેશે. બેન્ક ઓફ બરોડાએ અગાઉ તેના થાપણના દર વધાર્યા હતા.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હર ઘર લખપતિ યોજના હેઠળ રીકરીંગ ડીપોઝીટ યોજનામાં પ્રિ-ક્લક્યુલેટેડ સ્કીમ મુજબ રૂા. એક લાખ કે તેથી વધુની રકમ પાકતા સમયે મળે તે માટેની યોજના લોન્ચ કરી છે. હાલ સામાન્ય રીતે 6.75 ટકાનો થાપણદાર તમામ કેટેગરીમાં ઓફર થઇ રહ્યો છે અને સીનીયર સીટીઝનને 7.25 ટકા વ્યાજ મળે છે.