બુધવારે બજાર-નિયમાક સેબીના બોર્ડે સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (SMEs) દ્વારા લાવવામાં આવતાં આઇ.પી.ઓ.ની પ્રોસેસને સક્ષમ બનાવવા નવી સખ્ત નિયમાવલી મંજૂર કરી છે.
નિયામક દ્વારા જાહેર કરાયેલ નિવેદન મુજબ ડિબેન્ચર ટ્રસ્ટીઝ, ઇ.એસ.જી. રેટિંગ આપનાર, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે ઇઝ ઓફ બીઝનેસને આગળ ધપાવવા સુધારાઓ પણ મંજુર કર્યા છે.
નિયમનકારે ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના નિયમનોમાં જરૂરી સુધારા અંગે વિચારણાં કરવાનો પણ નિર્ણય લીધો છે.
નવા નિયમ મુજબ, જે એસ.એમ.ઇ. પબ્લિક ઇશ્યુ લાવવા માંગતા હોય તેમણે ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ દાખલ કર્યાના છેલ્લાં ત્રણ નાણાં વર્ષોમાંથી ઓછામાં ઓછા બે વર્ષો દરમ્યાન ઓછામાં ઓછો રૂ.૧ કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ (વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક) કર્યો હોવો જોઇએ.
નિયમનકારના બોર્ડ દ્વારા મંજૂર થયેલ સુધારાઓ સારો ટ્રેક રેકોર્ડ ધરાવતાં એસ.એમ.ઇ. ને લોકો પાસેથી નાણાં મેળવવાની સાથે-સાથે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાને લક્ષી છે.