Stock Today

સેબીએ ‘બાપ ઓફ ચાર્ટ’ને ફટકાર્યો દંડ, એક વર્ષનો પ્રતિબંધ

બીનનોંધણીકૃત ફીનફ્લયુઅન્ર્સ પર કાર્યવાહીના ભાગરૂપે સેબીએ ‘ચાર્ટ કા બાપ’ તરીકે વિવિધ સોશયલ મીડિયા પ્લેટફોર્મસ પર સિક્યુરીટીઝ માર્કેટમાં તાલીમ આપવાના ઓઠા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ આપતાં અને તાલીમ માટેની ફી તેમજ અન્ય સ્વરૂપે નાણાં લેતાં સાત વ્યક્તિઓ પર કાર્યવાહી કરી છે.

એક વર્ષ પહેલાં, ઓક્ટોબર ૨૦૨૩ માં મોહંમદ નસીરુદ્દીન અનસારી, રાહુલ રાવ પદમતી, તબરૈઝ અબ્દુલ્લા, આસીફ ઇકબાલ વાની, ગોલ્ડર સિન્ડીકેટ વેન્ચર્સ પ્રા. લિ., માનશા અબ્દુલ્લા અને જાદવ વામશીને કારણ-બતાવો નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે સેબીએ તપાસ કરી હતી, તહોમતદારોને જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સેબીના પૂર્ણકાલીન સભ્ય શ્રી અમરજીત સિંઘે આખરી હુકમ કર્યો છે.

સેબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હુકમમાં જણાવ્યા મુજબ, નસીર અન્સારી ટ્વીટર અને યુટ્યુબ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરબજારના એક્સપર્ટ તરીકે રજૂ કરતો અને ‘બંચ’ નામનું પ્લેટફોર્મ કે જેના પર અભ્યાસના વિવિધ કોર્સ ઓનલાઇન ઉપલબ્ધ કરાવી શકાય છે તેનાં પર શેરબજારમાં ટ્રેડિંગ કરી નફો કમાવવાના અભ્યાસક્રમો ચલાવતો હતો. નાસીર અન્સારીની સાથે રાહુલ રાવ પદમતી સામે પણ દંડાત્મક પગલાં લાદવામાં આવ્યા છે, જ્યારે અન્ય તહોમતદારો આ મામલામાં સંડોવાયેલ ગોલ્ડન સિન્ડીકેટ વેન્ચર નામની પ્રાયવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો છે. નસીર અન્સારીને રૂ. વીસ લાખ અને અન્ય તહોમતદારોને રૂ. બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તથા રોકાણકારો પાસેથી ઉઘરાવેલ રૂ.૧૭ કરોડથી વધુની રકમ જમા કરાવવાનો હુકમ કર્યો છે.

ઉક્ત હુકમમાં જણાવ્યા મુજબ નસીર અંસારી ‘શ્યોર શોટ પ્રોફીટ’ની લોભામણી જાહેરાતો કરતો, જેની સામે તેણે સ્વયં શેર-ટ્રેડિંગમાં નુકશાન કર્યું હતું અને તેથી એ માહિતગાર હતો કે આવાં ટ્રેડિંગમાં નુકશાનની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત નસીર અન્સારી કે તેની કંપની કે અન્ય તહોમતદારો ‘ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર’ તરીકે સેબી પાસે નોંધણીકૃત નહોતાં અને છતાં આ તમામ કામકાજ કરી રહ્યા હતા. સેબી અધિનિયમની કલમ-૧૨ શેરબજારના તમામ ઇન્ટમીડીયેટરીઝની નોંધણી કરવાનું ફરજીયાત હોવાની જોગવાઇ કરે છે. તાજેતરમાં સેબીએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અને રિસર્ચ એડવાઇઝરની નોંધણીનું કામ બોમ્બે સ્ટોક એક્ષચેન્જને સોંપ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top