ગુઢીપાડવાના પાવન દિવસે ગઈ કાલે પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરને દાગીનાની હરાજીમાં ૧.૩૩ કરોડની આવક થઈ માં ભક્તોએ ગણપતિબાપ્પાને ચડાવેલા દાગીનાની હરાજી કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં સોના-ચાંદીના ૨૦૭ દાગીના અને ચાંદીના સિક્કા સહિત ૨૨૫ વસ્તુઓની હરાજીમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો. મંદિરને આ હરાજીમાંથી ૧.૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી. હરાજી બાદ મંદિરના સંચાલકોએ હરાજીમાં મેળવેલા દાગીના સોંપ્યા હતા.