એક્ષચેન્જને આપવામાં આવેલ જાણકારી મુજબ નામાંકિત ઉદ્યોગસાહસી નિખિલ મર્ચન્ટની કંપની-સ્વાન એનર્જીએ ગુજરાતના જાફરાબાદ સ્થિત તેના પ્રસ્તાવિત લિક્વિફાઇડ નેચરલ ગેસ ઇમ્પોર્ટ પ્રોજેક્ટ માટે ફ્લોટિંગ LNG રિસિપ્ટ અને રિગેસિફિકેશન યુનિટની યોજના જાહેર કરી છે.
સ્વાને સિંગાપોરની AG&P ટર્મિનલ્સ અને લોજિસ્ટિક્સ સાથે ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ (એફએસઆરયુ) અને જાફરાબાદ ટર્મિનલને સંચાલિત કરવા તેમજ LNGનો પુરવઠો પૂરો પાડવા માટે ફ્લોટિંગ સ્ટોરેજ યુનિટ માટે સંયુક્ત સાહસ કંપનીઓ રચવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
સ્વાને સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે, ભારતમાં અથવા અન્ય કોઈપણ દેશમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ પૂરો પાડવાના હેતુ માટે સંયુક્ત સાહસ કંપની (LNG સપ્લાય કંપની) ની રચના કરવામાં આવશે અને સ્વાન તેમાં 51 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવશે, જ્યારે બાકીનો 49 ટકા ઇક્વિટી હિસ્સો AG&P એલ.એન.જી. પાસે રહેશે.
સ્વાન એલ. એન. જી. પ્રાઇવેટ લિમિટેડના એલ.એન.જી. ટર્મિનલને સંચાલિત કરવા માટે ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ (એફ.એસ.આર.યુ.) અને ફ્લોટિંગ સ્ટોરેજ યુનિટ (એફ.એસ.યુ.) ના હેતુથી અન્ય સંયુક્ત સાહસ કંપની (વેસેલ કંપની) ની પણ રચના કરવામાં આવશે.
AG&P એલ.એન.જી. કંપનીમાં 51 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવશે અને સ્વાન કંપનીમાં 49 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવશે.
AG&P એલ.એન.જી. લિક્વિફાઇડ નેચરલ ગેસને આર.એલ.એન.જી.માં રીગેસિફિકેશન માટે સ્વાન સાથે પણ સહયોગ કરશે. વધુમાં, સ્વાન એનર્જીએ એક્સચેન્જને માહિતી આપી છે કે, સ્વાન એનર્જીના એલ. એન. જી. ટર્મિનલમાં ઇક્વિટી-કેપિટલ ભાગીદારી માટે AG&P. એલ. એન. જી. પાસે વિકલ્પ ખુલ્લો છે.
સ્થાનિક નેચરલ ગેસ ઉત્પાદનથી દેશની માત્ર અડધી જરૂરિયાતો પૂરી થાય છે. સુપરકુલ્ડ, પ્રવાહી સ્વરૂપમાં નેચરલ ગેસ ઇંધણની આયાત વીજળી ઉત્પન્ન કરવા માટે ફીડસ્ટોકની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે, જેનાથી ખાતર અને સી.એન.જી.નું ઉત્પાદન થાય છે.
દેશમાં સાત LNG આયાત સુવિધાઓ છે. જેમાંથી ગુજરાતમાં ત્રણ (દહેજ, હઝિરા અને મુંદ્રા), અને મહારાષ્ટ્ર (દાભોલ), કેરળ (કોચી), તમિલનાડુ (એન્નોર) અને ઓડિશા (ધામરા) માં એક-એક છે.
સ્વાન એનર્જીએ જણાવ્યું હતું કે AG&P સાથેના તમામ વ્યવહારો બંને પક્ષો દ્વારા થનાર ચકાસણી અને પૂર્તતાને આધિન છે અને પ્રસ્તાવિત સોદા માટેના નિયમો અને શરતોની પૂરતી ચકાસણી પછી આખર કરવામાં આવશે.
સ્વાને ઓગસ્ટમાં તુર્કીની સરકારી માલિકીની ગેસ કંપની બોટાસને વાર્ષિક 5 મિલિયન ટન LNG એફ.એસ.આર.યુ. વસંત વનમાં તેના બહુમતી 51 ટકા હિસ્સામાંથી 39.9 કરોડ ડોલર ઊભા કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
બાકીનો 49 ટકા હિસ્સો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ (ઇફકો) પાસે છે, પરંતુ તે જ્ઞાત નથી કે ફર્ટિલાઇઝર કંપની તેનો હિસ્સો વેચવાની યોજના ધરાવે છે કે નહીં.
એફ.એસ.આર.યુ., જે તે સમયના હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તે ચાર વર્ષ પહેલાં સ્વાનને સુપરત કરવામાં આવ્યું હતું અને મૂળરૂપે તેના જાફરાબાદ ઇમ્પોર્ટ ટર્મિનલ માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાવાયરસ મહામારી અને વાવાઝોડાને કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા વિલંબિત થઈ હતી.
ત્યારબાદ એફ.એસ.આર.યુ. ને સ્વાનની પેટાકંપની ટ્રાયમ્ફ ઓફશોર દ્વારા તુર્કી સ્થિત કંપની-બોટાસને 250,000 ડોલરના દૈનિક દરે એક વર્ષના બેરબોટ ચાર્ટર હેઠળ ભાડે આપવામાં આવ્યું હતું.