Stock Today

સાબરમતી રીવરફ્રન્ટ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા

શહેરના રીવરફ્રન્ટના રસ્તાઓ પર બાઇક અને સ્કૂટરને પુરઝડપેે ચલાવીને ટીનેજર બાળકો અને યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટંટના કારણે  વાહનચાલકોને નિયમિત રીતે હાલાકી પડે છે. એટલું જ આવા તત્વોના કારણે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ રહે છે. થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો. જે અંગે પોલીસે બાળકોને સ્કૂટર આપનાર વાલી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.  રીવરફ્રન્ટના રસ્તા પર સાંજના સમયે રેસ લગાવવાના તેમજ રીલ માટે સ્ટંટ કરતા વાહનચાલકોને કારણે પણ નાના મોટા અકસ્માત થતા રહે છે. એટલું જ નહી રીવરફ્રન્ટ પર ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિની મર્યાદા રાખવામાં આવી છે. પરંતુ, ઘણીવારે ૮૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ વાહન ચલાવવામાં આવે છે. આમ, રીવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમના રસ્તા પર કેટલાંક વાહનચાલકોની બેદરકારીને કારણે મોટી ઘટના બની શકે તેમ છે. 

આ બાબત ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સામે આવતા તેમણે  રીવરફ્રન્ટ રસ્તા પર પુરઝડપે વાહન ચલાવતા , સ્ટંટ કરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવા માટે સુચના આપી છે. એટલુ જ  ઓવર સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કામગીરી વધારવા માટે પણ આદેશ આપ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા રોડ અને વિવિધ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પર દિન પ્રતિદિન ચોરી, લૂંટફાટ, છેડતી અને તોડબાજીની ઘટનાઓ વધતાં ભાજપના ધારાસભ્યો દ્વારા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા સેફ સિટી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટના બંને છેડા તરફ વાસણાથી લઈ વાડજ અને દાણીલીમડાથી લઈ શાહીબાગ સુધી જેટલા પણ ખુલ્લી જગ્યાઓ આવેલા છે ત્યાં થોડા થોડા અંતરે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મુવિંગ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટ રોડ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેના માટે 16 જેટલા વિવિધ જંકશનનો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનાથી જે પણ વાહન ચાલક દ્વારા ટ્રાફિક ના નિયમોનો ભંગ કરવામાં આવે તેને ઈ-મેમો મોકલવામાં આવશે. જે ચાર રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોના માટે લગાવેલા સીસીટીવી કેમેરા નથી, ત્યાં નાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top