Stock Today

શેરબજારમાં તેજી : અદાણી ગ્રુપમાં જોરદાર ઉછાળો

મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ચકારો હતો. અદાણી ગ્રુપના શેરોમાં મોટા પાયે વેચાણ કાપણી વચ્ચે પથી ર0 ટકા સુધીનો ઉછાળો નોંધાતા સમગ્ર માર્કેટનું સેન્ટીમેન્ટ પોઝીટીવ બની ગયું હતું. આજે લીસ્ટેડ થયેલ એનટીપીસી ગ્રીનમાં પણ તેજીની સર્કિટ હતી.

શેરબજારમાં આજે શરૂઆત ફલેટ હતી. બેતરફી વધઘટ હતી. અને થોડા વખતમાં તેજીનો વળાંક આવી ગયો હતો. અમેરિકામાં છેતરપીંડી-લાંચ કેસમાં નામ ઉછળ્યા બાદ અદાણી ગ્રીન દ્વારા એવી ચોખવટ કરવામાં આવી હતી કે લાંચનો કોઇ કેસ નથી આ સ્પષ્ટતા બાદ અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

નવી લેવાલીની સામે વેચાણ કાપણીથી ગ્રુપના તમામ 10 કંપનીના શેરો ઉછળવા લાગ્યા હતા. અદાણી ટોટલ ગેસમાં 20 ટકાની સર્કિટ હતી. આ સિવાય ઈઝરાયેલ-હિઝબુલ્લા વચ્ચે યુધ્ધ વિરામ જાહેર થતા બે દિવસથી વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી કારણોની અસર હતી.

શેરબજારમાં આજે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી એનર્જી સહિત તમામ શેર ઉંચકાયા હતા.ભારત ઇલેકટ્રોનિકસ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, બજાજ ફાઇનાન્સમાં ઉછાળો હતો. એનટીપીસી ગ્રીનનું લીસ્ટીંગ હતું. 108ના ઓફર ભાવ સામે 111.50 ખુલ્યા બાદ 122.65માં સર્કિટ લાગી હતી.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્ષ 260 પોઇન્ટ ઉંચકાઇને 80255 હતો તે ઉંચામાં 80511 તથા નીચામાં 79844 હતો. નેશમનલ સ્ટોક એકસચેંજનો નિફટી 84 પોઇન્ટ વધીને 24278 હતો. તે ઉંચામાં 24354 તથા નીચામાં 24145 હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top