Stock Today

શાકભાજી, લોટ, તેલના ભાવો વધતા રસોડાનું બજેટ ફરી ખોરવાઈ ગયું

નવી દિલ્હીઃશાકભાજીની વધતી મોંઘવારી દરમ્યાન હવે લોટ,મેંદો, બ્રેડ, રિફાઈન્ડ તેલ, ચા-પત્તી લોકોના રસોડાના બજેટ બગાડવા લાગ્યા છે.લોટના 10 કિલોના પેકેટમાં 20 થી 30 રૂપિયા સુધીનો વધારો જોવામાં આવ્યો છે.

આ ઉપરાંત બ્રેડનાં પેકેટ પર પણ 5 રૂપિયાનો વધારો થયો છે. રિટેલ વેપારીએ જણાવ્યુ હતું કે હાલમાં લોટથી માંડીને રિફાઈન્ડ તેલમાં વધેલા ભાવથી લોકો ખરીદીમાં કપાત કરી રહ્યા છે.વેપરારીએ જણાવ્યું હતું કે લોટના 10 કિલોના પેકેટમાં લગભગ 20 થી 30 રૂપિયાનો વધારો થયો છે.

આ ઉપરાંત ચા-પત્તીનાં એક કિલોના પેકેટમાં 50 રૂપિયા સુધીનો વધારો થયો છે.બે મહિનામાં રિફાઈન્ડ તેલના ભાવમાં પણ દર લીટરે 15 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

આ ઉપરાંત મેંદાના ભાવમાં દર કિલોએ 5 રૂપિયાનો વધારો થયો છે.આશંકા છે કે લોટના ભાવ હજુ વધી શકે છે. લોટના વેપારીએ જણાવ્યું હતું કે લોટના ભાવના વધારાનું મુખ્ય કારણ બજારોમાં ઘઉંની અછત છે.

ગત વર્ષે કેન્દ્ર સરકારે ઓપન માર્કેટ સ્કીમ અંતર્ગત લોટ મિલ માલીકોને ઘઉં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે એવુ નહોતું થયુ. આ કારણે બજારમાં માંગ મુજબ ઘઉં નથી મળી રહ્યા. વેપારીએ જણાવ્યું હતું કે રીટેલ માર્કેટ લોટની કિંમતમાં દર કિલોએ 3 થી 4 રૂપિયાનો વધારો થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top