માણસ એક એક પાઈ જોડીને સંપતિ ભેગી કરવામાં લાગ્યો છે ત્યારે દુનિયાના બે અમીરોએ અબજો રૂપિયાનો ત્યાગ કરીને સમાજને અર્પણ કરી એક દાખલો પૂરો પાડયો છે.
અબજોપતિ વોરેન બફેટે મોટી રકમના દાનની જાહેરાત કરી છે. જયારે મલેશિયાના ઉદ્યોગપતિના પુત્રે 40 હજાર કરોડની સંપતિ ઠુકરાવીને બૌધ્ધ ભીક્ષુ બનવાનો નિર્ણય કર્યો છે.
મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે: બફેટ
94 વર્ષીય અમેરિકી અબજોપતિ વોરેન બફેટે કહ્યું હતું કે, મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. એટલે હું જીવતે જીવ મારી સંપતિ વહેંચવા માંગુ છું. આ કડીમાં તેમણે લગભગ 1.1 અબજ ડોલર અલગ અલગ સંસ્થાઓને દાન કર્યા છે.
બધી સંપતિને ઠુકરાવી બૌધ્ધ ભિક્ષુ બન્યા અજહન
મલેશિયાના ટેલિકોમ દિગ્ગજ અને ત્રીજા નંબરના સૌથી અમીર આનંદ કૃષ્ણના પુત્ર વેન અજહન સિરિયાન્યો પિતાની 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ઠુકરાવીને માત્ર 18 વર્ષની ઉંમરે બૌધ્ધ ભીક્ષુ બની થાઈલેન્ડ ગયા.
તેમણે અસ્થાયી રીતે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ મઠમાં જીવન જીવવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તેઓ થાઈલેન્ડ – મ્યાનમાર સીમા પાસે આવેલ દતાઓ ડમ મઠના મઠાધીશ છે.
બ્રિટનમાં પાલન પોષણ
સિરિયન્યોનું પાલન પોષણ તેમની બે બહેનોની સાથે બ્રિટનમાં થયું છે. તેઓ હવે ભિક્ષા માગીને પોતાનું પેટ ભરી રહ્યા છે. પિતાના ટેલીકોમ તેલ, ગેસ અને રિયલ એસ્ટેટમાં દબદબો છે.