આરબીઆઈનો કુલ સોના ભંડાર 876.18 ટન પહોંચ્યો તે મહત્વનું : ફોરેન એકસચેંજ રીઝર્વ 4.11 બીલીયન ડોલર ઘટયુ છતા ચિંતા નહી
મુંબઈ: ભારત એ સોના પ્રેમી દેશ છે અને વધતી જતી સોનાની આયાત સરકારના ફોરેન રીઝર્વમાં ગાબડુ પાડે છે પણ જાહેર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા સોનુ ખરીદે છે અને તેના સેલ્ફ ડિપોઝીટ વોલ્ટમાં તેનો સંગ્રહ નવી ઉંચી સપાટીએ જઈ રહ્યો છે તો સરકાર હરખાય છે.
એક સમય એવો હતો કે, ભારતને તેનું સોનુ ગીરવે રાખીને આબરૂ સાચવવી પડી હતી આજે ઉંચા ભાવ વચ્ચે પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ઓકટોબર માસથી સોનાની ખરીદી ઝડપી બનાવી હતી.
ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પ શાસન બાદ અને જીયો પોલીટીકલ કારણોથી ડોલર સામે રૂપીયો વધુને વધુ ગગડતો જશે તેવી જે આશંકા હતી તેના માટે અગાઉથી જ ખાસ સ્થિતિ સર્જવામાં આવી છે અને તે આશંકા આવી પડી તેથી રીઝર્વ બેન્કની આ ખરીદી વ્યુહ સાચો હતો તે નિશ્ચિત થયું છે. ઓકટોબર-નવેમ્બરમાં જ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ 20 ટન સોનુ ખરીદ્યુ હતુ અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં 30 ટન ખરીદ્યુ હતું.
રીઝર્વ બેન્ક જે વિદેશી ચલણનો ભંડાર ધરાવે છે તેમાં કોઈ એક એસેટસ એટલે કે ફકત ડોલર કે અન્ય કરન્સી જરૂરી પણ તેના વૈવિધ્યકરણ માટે પણ સોનુ બફર પુરવાર થાય છે માનો કે અમેરિકાના ડોલરનું કોઈ કારણોસર અવમૂલ્યન થાય તેના ભાવ ગગડે તો પણ ભારતના રીઝર્વને બહુ નુકશાની થશે નહી.
આજ રીતે ડોલર મજબૂત થાય અને સોનાનો ભંડાર પણ મજબૂત હોય તો રૂપિયાને વધુ ગગડતા અટકાવવામાં રીઝર્વ બેન્કને સરળતા રહે છે. રીઝર્વ બેન્કનો ડેટા જ કહે છે કે દેશનો વિદેશી ચલણ રીઝર્વ 4.11 બીલીયન ડોલર ઘટીને 640.28 બિલિયન ડોલર થયો છે પણ તેની સામે ગોલ્ડ રીઝર્વ વધ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં આરબીઆઈએ 50 ટન સોનુ ખરીદ્યુ છે અને હવે આરબીઆઈનો ગોલ્ડ રીઝર્વ વધીને 876.18 ટન નોંધાયો છે અને આ નાણાકીય વર્ષમાં સોનાનો ભાવ પણ 19% વધ્યો છે. આ આરબીઆઈએ ખરીદી કરી તે સમયે માર્કેટમાં ભાવ સ્થિર હતા.
બીજી તરફ ચીન કે તુર્કી અથવા સ્વીટઝરલેન્ડ જેવી બેન્કોની જેમ રીઝર્વ બેન્ક સોનુ વેચતી નથી. કારણ કે તે એક સંવેદનશીલ મુદો છે. ભારતને સોનુ વેચવાની ફરજ પડી છે અને આપણા દેશમાં સોનુ વેચવુ એ એક કંગાળ નિશાની ગણાય છે અને તેથી જ વિશ્વના બહુ ઓછા દેશમાં ભારત છે. જેના વિદેશી ચલણ ભંડારમાં સોનાનું પ્રમાણ ઉંચુ (10%) છે.
જેમાં સલામતી અને લીકવીડીટી બન્ને એંગલ જળવાય છે. હાલ એક તરફ અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકી ટ્રેઝરી બિલનું વળતર વધી રહ્યું છે. જેની અસર રૂપિયા પર પડે છે અને તેમ છતાં ભાજપના ચલણનું અવમુલ્યનનું જોખમ હમણા નથી.
આ ઉપરાંત વૈશ્વિક સ્તરે યુદ્ધ સહિતના જોખમો છે તે સમયે પણ સોનુ એ સલામતી પુરી પાડે છે. આરબીઆઈએ બ્રિટીશ વોલ્ટમાં પડેલુ તેનુ સોનુ પણ ભારતમાં ટ્રાન્સફર કર્યુ છે.