
નવી દિલ્હી : સેબીએ પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડના પ્રારંભિક જાહેર પ્રસ્તાવ (આઇ.પી.ઓ.) ને “સ્થગિત” કરી દીધો છે, એમ બજારના નિયમનકાર સાથેના અપડેટમાં દર્શાવવામાં આવ્યું છે. એમ્બેસી ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની કે જેણે 31 જાન્યુઆરીના રોજ તેના ડ્રાફ્ટ IPO પેપર્સ દાખલ કર્યા હતા, તેણે ઓફર ફોર સેલ (OFS) રૂટ દ્વારા 4.37 કરોડ શેર્સ ઓફર કરવાની યોજના બનાવી હતી.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડી.આર.એચ.પી.) અનુસાર, ઓ.એફ.એસ. હેઠળ, પ્રમોટર એમ્બેસી બિલ્ડકોન એલ.એલ.પી. અને રોકાણકાર 1 એરિયલ વે ટેનન્ટ લિમિટેડે શેર્સ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેની વેબસાઇટ પરના અપડેટ્સ અનુસાર, કારણો સ્પષ્ટ કર્યા વિના સેબીએ જણાવ્યું હતું કે “અવલોકનો જારી કરવા સ્થગિત રાખવામાં આવ્યા છે”.
તેના ડ્રાફ્ટ પેપરમાં, કંપનીએ જણાવ્યું હતું કે ઓફરનો ઉદ્દેશ સ્ટોક એક્સચેન્જમાં ઇક્વિટી શેર્સના લિસ્ટિંગનો લાભ પ્રાપ્ત કરવાનો છે. 2017 માં શરૂ કરાયેલ, વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ એ દેશમાં અગ્રણી પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર છે. તે ગ્રાહકોને ફ્લેક્સિબલ, ઉચ્ચ ગુણવત્તાની વર્કસ્પેસ પ્રદાન કરે છે, જેમાં તમામ કદની કંપનીઓ-મોટા ઉદ્યોગો, નાના અને મધ્યમ કદના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ તેમજ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
તે મુખ્યત્વે ટિયર 1 શહેરોમાં અગ્રણી ડેવલપર્સ પાસેથી ગ્રેડ એ ઓફિસ સ્પેસ ભાડે આપે છે અને તેમને ફ્લેક્સિબલ વર્કપ્લેસીસ તરીકે ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરે છે. વીવર્ક ઇન્ડિયાએ ભારતમાં ફ્લેક્સિબલ વર્કપ્લેસ ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને ફ્લેક્સિબલ વર્કસ્પેસ અને સેવાઓના વિકાસમાં મુખ્ય યોગદાન આપ્યું છે.
જે.એમ. ફાઇનાન્શિયલ, આઈ.સી.આઈ.સી.આઈ. સિક્યોરિટીઝ, જેફરીઝ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને 360 વન ડબલ્યુ.એ.એમ. પબ્લિક ઇશ્યૂના સંચાલન માટે જવાબદાર છે.