Stock Today

વિશ્વના શ્રેષ્ઠ 50 કઠોળમાં ભારતના ‘રાજમા’નો જ સમાવેશ

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ 50 કઠોળની યાદી બહાર પડી છે. આ યાદીમાં ભારતના એકમાત્ર કઠોળ રાજમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજમાને 14મું સ્થાન મળ્યું છે.

લોકપ્રિય મતો અને નિષ્ણાંતોની સમીક્ષાઓના આધારે ‘ટેસ્ટ એટલસ’ નામની ટ્રેડીશ્નલ વાનગીઓ માટેની આ ઓનલાઇન ગાઇડ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે. રાજમાને પર 10 મત મળ્યા હતા. એમાંથી 30પ4 યોગ્ય મત ગણાયા હતા

એને કારણે 4.રનું રેટીંગ મળ્યું છે. ટેસ્ટ એટલસે યાદીમાં રાજમાને ઉતર ભારતની સૌથી લોકપ્રિય શાકાહારી વાનગી ગણાવી છે. પ્રોટીનનો ખામી દુર કરવા માટે રાજમા સૌથી અકસીર કઠોળ છે એવું તબીબો ઘણીવાર કહેતા હોય છે.

30 ગ્રામ રાજમામાં અંદાજે 7 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. સામાન્ય રીતે રાજભા સંપૂર્ણ પ્રોટીન નથી. પરંતુ ચોખા સાથે ખાવાથી અમીનો એસીડ બને છે અને સંપૂર્ણ પ્રોટીન પ્રોફાઇલ બનાવે છે. યાદીમાં સૌથી પહેલા ક્રમે મેકસીકન સોપા તારાસ્કા છે એને  4.6 પોઇન્ટ મળ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top