Stock Today

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે, બ્લેક હેરિયરમાં કાર સાથે દેખાયો આરોપી કોન્ટેબલ વિરેન્દ્ર

અમદાવાદમાં થયેલી MICAના વિધાર્થી પ્રિયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV સામે આવ્યા છે. પ્રિયાંશું જૈન પાર્કિગમાં પાર્ક કરેલા બુલેટને બહાર કાઢી સાથી મિત્ર સાથે બહાર જતો CCTVમાં કેદ થયો છે. તે જ ક્ષણે એક બ્લેક કાર આવી અને ત્યારબાદ પૂરપાટ ઝડપે યૂટર્ન લઈ પરત નીકળી હોવાનું જોવા મળી રહ્યુ છે.

CCTVમાં બ્લેક કારમાં કોન્સ્ટેબલ વિરેન્દ્ર સવાર હોવાનું સામે આવ્યું છે. કોન્સ્ટેબલ વિરેન્દ્રએ જ પ્રિયાંશું જૈનની હત્યા કરી હતી.આ અંગે અમદાવાદ અને ગાંધીનગરની બ્લેક હેરિયર કારનો રેકોર્ડ મેળવી પોલીસે પગેરું મેળવ્યું હતું. જેમાં બ્લેક હેરિયર કોન્સ્ટેબલ વીરેન્દ્રની હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ સ્થળોના CCTVમાં હેરિયર કારની મુવમેન્ટ ચેક કરી ગાડી નંબર મેળવવામાં આવ્યો.

ગાડી નંબર અને મોબાઈલ CDRના આધારે કોન્સ્ટેબલની હાજરી ઘટનાસ્થળ નજીક હોવાનું પૂરવાર થયું છે. પ્રિયાંશું જૈનના સાથીએ આપેલ વર્ણન પરથી તૈયાર થયેલ સ્કેચને લઈને વિરેન્દ્રસિંહના અન્ય CCTV ફૂટેજ ચેક કરાયા છે. ભારે કવાયત બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પંજાબમાં લોકેટ થયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પંજાબથી પકડી પાડ્યો છે.

મહત્વનું છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી. તેની આસપાસ એક કિલોમીટરમાં કોઇ પણ સીસીટીવી ન હતા. સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. બાદમાં વિરેન્દ્રસિંહ પઢિયાર તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top