રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશમાં બેન્કીંગ અંગે બહાર પાડેલા રીપોર્ટમાં ભારતીય અર્થતંત્રમાં મંદીએ છેક પરિવાર સુધી અસર કરવાનું શરુ કરી દીધું હોવાનું સ્વીકાર્યું છે અન બેન્ક ધિરાણ વધતાં એક તરફ ઘરેલું બચત ઘટવા લાગ્યું છે.
જ્યારે પરિવારનું દેવુ વધવા લાગ્યું હોવાનું આરબીઆઇએ તેના આંકડા સાથે જાહેર કર્યું છે. દેશમાં ધિરાણ કલ્ચર એ છેક નીચલા સ્તર સુધી પહોંચી ગયું છે લોકો કન્ઝમશન એટલે કે સામાન્ય વ્યકિતગત ખરીદી માટે પણ ધિરાણ લેવા પડ્યા છે.
જેમાં પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને કન્ઝ્યુમર્સ લોન એટલે કે ટીવી, ફ્રીઝ કે કોઇ ઘરેલું ચીજ ખરીદવા માટે ધિરાણ મેળવે છે. બીજુ ધિરાણ એસેટ્સ સર્જન જેમ કે હાઉસીંગ લોન, ઓટો લોન, ટુ-વ્હીલર લોનનો સમાવેશ થાય છે.
જ્યારે ત્રીજી પ્રોડ્ક્ટીવ લોન કે જેમાં કૃષિ લોન, વ્યાપારી લોન અને શિક્ષણ લોનનો સમાવેશ થાય છે અને તેમાં ઘરેલું પરિવારોનો ખર્ચ વધતા તેમનું લોનનું પ્રમાણ પણ ઉંચુ ગયું છે. ભારતના 46 ટકા પરિવારો એક થી વધુ લોન ધરાવે છે.