લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ 2025 (Waqf Amendment Bill LIVE Updates) રજૂ થયું છે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે. વક્ફ સંશોધન બિલ 2025 રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે વચ્ચે હોબાળો પણ કરી વિરોધ પણ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે. ગઈકાલે ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિપ જારી કર્યું હતું. કેસી વેણુગોપાલે અનુરાગ ઠાકુર પર આરોપ લગાવ્યો કે તેઓ ખડગેજીને તેમની જાતિવાદી વિચારસરણીને કારણે પસંદ નથી કરતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે હું કર્ણાટક એસેમ્બલીનો રિપોર્ટ લાવ્યો છું જેમાં માત્ર એક નહીં પરંતુ ઘણા એવા કોંગ્રેસના નેતાઓના નામ છે જેમણે વક્ફ પ્રોપર્ટી કબજે કરી છે. સામાન્ય માણસ માટે આ એક અભિશાપ છે. એનઓસી લઈને જવુ પડે છે. વક્ફનું સામ્રાજ્ય એટલું મોટું થઈ ગયું છે કે તે નવ લાખ એકરમાં પહોંચી ગયું છે જે મોરેશિયસ જેવા બે દેશો, સિંગાપોર જેવા પાંચ દેશો અને માલદીવ જેવા નવ દેશો જેટલું છે. કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ કરી છે. યુપીએ લાલ ટોપીના કારનામા જોયા છે. તેમના મંત્રીઓએ સેંકડો એકર જમીન ખાધી. તે મુસ્લિમ વિરોધી, અને મહિલા વિરોધી છે. તમે મુસ્લિમ સમુદાયમાં પણ જાતિવાદ આચરો છો. તેઓ હંમેશા હિંદુ વિરોધી રહ્યા છે પરંતુ મુસ્લિમો માટે કંઈ કર્યું નથી.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરીએ કહ્યું છે કે વકફ એક્ટમાં સુધારાનો મુદ્દો પણ JPC પાસે ગયો હતો. જેપીસીએ પોતાનો રિપોર્ટ દાખલ કર્યો. એવું કહેવાય છે કે 5 કરોડ ઈ-મેલ તેની વિરુદ્ધમાં મળ્યા છે. અમારા મતે, આ બિલ હવે વધુ વાંધાજનક બની ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે આ બિલ પ્લાનિંગ સાથે લાવવામાં આવ્યું છે. અમે ઉઠાવેલા કોઈપણ વાંધાને સ્વીકારવામાં આવ્યા ન હતા. વકફનું સંચાલન હવે મુસ્લિમોના હાથમાંથી છીનવીને સરકારને સોંપવામાં આવ્યું છે. જેપીસી માત્ર એક કપટ હતું અને અમારી સાથે દગો કરાયો છે. લો બોર્ડના પ્રવક્તા ઇલ્યાસે જણાવ્યું હતું કે જો આ બિલ પસાર થશે તો દેશવ્યાપી આંદોલન છંછેડીશું. ટીએમસી સંસદીય દળના નેતા કલ્યાણ બેનર્જીએ વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે વક્ફ બિલ બંધારણની વિરુદ્ધ છે, તે બંધારણીય માળખા પર હુમલો છે અને અમે આ બિલનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. ભાજપ વકફ પર રાજકારણ કરી રહ્યો છે. વકફ મિલકત મુસ્લિમ સમુદાયનું કરોડરજ્જુ છે. વકફ સુધારા બિલમાં કરવામાં આવી રહેલા ફેરફારો ઇસ્લામિક પરંપરાઓ અને સંસ્કૃતિ અંગે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે વકફ એક્ટ 1995નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ એક્ટ ઇસ્લામિક કાયદા અનુસાર બનાવવામાં આવ્યો હતો. હવે નવા બિલ દ્વારા આ મુસ્લિમોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ગેરબંધારણીય છે. કલ્યાણ બેનર્જીએ દરેક કલમનો ઉલ્લેખ કર્યો અને એ પણ સમજાવ્યું કે તે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કેવી રીતે હતું. હું પણ હિન્દુ છું. હું મંદિરમાં દાન આપીશ, હું બૌદ્ધ મઠમાં દાન આપીશ, હું મસ્જિદમાં દાન આપીશ, હું ચર્ચમાં દાન આપીશ. તમે કોઈને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો? તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમોના અધિકારો પર કાપ મૂકવા માટે લાવવામાં આવ્યું છે. કલ્યાણ બેનર્જીએ લાગણીઓ ન ભડકાવવાની અપીલ કરી અને કહ્યું કે જો