મહિલા ટ્રક ન ચલાવી શકે એવો જમાનો હવે નથી રહ્યો, પરંતુ ટ્રક ચલાવનારનો શારીરિક બાંધો તો રફ ઍન્ડ ટફ હોવો જોઈએ. જોકે આ માન્યતા ભાંગીને ભુક્કો કરવાનું કામ કરે છે રોમાનિયાની ૨૫ વર્ષની બાર્બી ટ્રક-ડ્રાઇવર. જ્યૉર્જેટા નામની ટ્રક-ડ્રાઇવર બાર્બી જેવો લુક ધરાવતી હોવાથી તેમજ તેવી રીતભાત સાથે અનોખા અંદાજ માટે ચર્ચામાં છે. તે બાર્બીની ફૅન છે એટલે ડ્રેસિંગ પણ બાર્બી જેવા બેબી પિન્ક ફ્રૉકનું કરે છે. તેણે પોતાની ટ્રકને પણ ગુલાબી રંગે રંગી દીધી છે. હાઇવે પર જ્યારે વાઇબ્રન્ટ પિન્ક કલરની ટ્રક દોડતી હોય ત્યારે એની તરફ સૌનું ધ્યાન ખેંચાય છે. આમ તો જ્યૉર્જેટા ૧૨ વર્ષથી ટ્રક ચલાવે છે, પણ શરૂઆતનાં વર્ષો તેણે રોમમાં કામ કરેલું, પણ હવે તે પોતાના દેશમાં પાછી ફરી અને તેણે પોતાની ટ્રક ખરીદી લીધી છે. ટ્રક તેને માટે માત્ર વાહન નથી, બીજું ઘર પણ છે. તેણે ટ્રકની કૅબિનનું ઇન્ટીરિયર પણ પિન્ક થીમથી સજાવેલું છે. જ્યૉર્જેટાનું કહેવું છે કે ‘અત્યાર સુધી મેં બીજી કંપનીઓ માટે કામ કર્યું હતું અને એ કંપનીઓ ટ્રકને મારી રીતે સજાવવાની છૂટ નહોતી આપતી. જોકે હવે આ મારી ટ્રક છે અને મારું આ ડ્રીમ છે