Stock Today

રોકાણકારો માટે મોબાઈલ અને ઈમેલ એલર્ટની માર્ગદર્શિકામાં સેબીએ કર્યો સુધારો

સ્ટોક બ્રોકર્સના કામકાજમાં સરળતા લાવવા સેબીએ મંગળવારે બ્રોકર્સ દ્વારા ગ્રાહકને મોકલવામાં આવતાં એલર્ટ માટે આપવાના થતાં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. તાત્કાલિક અસરથી અમલમાં આવતાં નિયમો કામકાજમાં સરળતા અને નિયમનકારી આપૂર્તિ વચ્ચે સમતોલન સાધશે.

અમુક શરતોને આધીન, હવે બ્રોકર એકથી વધુ ખાતાઓમાં એક જ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી આપી શકશે. પતિ કે પત્ની, નિર્ભર સંતાનો, માતપિતા જેવા કુટુંબના સભ્યો અથવા હિન્દુ અવિભક્ત કુટુંબ, કોર્પોરેટસ, ટ્રસ્ટ, પાર્ટનરશીપ વિગેરે માટે આ આપવાદો લાગુ પડશે.

બીનવ્યક્તિઓના કિસ્સામાં એકથી વધુ ખાતાંઓ માટે એક જ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ત્યારે જ અપલોડ કરી શકાશે જ્યારે ગ્રાહક ઓથોરાઇઝ પર્સન હોય. ઉદાહરણ તરીકે, હિન્દુ અવિભક્ત કુટુંબના કર્તા, ભાગીદારી પેઢીના ભાગીદાર, ટ્રસ્ટ કે લાભાર્થીના કિસ્સામાં ટ્રસ્ટી અને કોર્પોરેટના કિસ્સામાં કોર્પોરેટ દ્વારા નિમાયેલ અધિકૃત વ્યક્તિ.

બ્રોકર્સ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડસ ફોરમ સહિત ઘણાં હિતધારકોની રજૂઆત બાદ આ સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી વર્ષ 2011 અને છેલ્લે ઓગસ્ટ 2024 માં સેબીએ બહાર પાડેલ પરિપત્ર હેઠળની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. હાલના પરિપત્રમાં તે સ્પષ્ટતા કરવામાં આવી છે કે એકથી વધુ ખાતાંમાં એક જ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી આપવું હોય તો જરૂરી મંજૂરીઓ, સહમતીઓ કે ઠરાવોના પૂરાવા આપવાના રહેશે.

નિયામક સંસ્થાએ સ્ટોક એક્સચેંજીસને આ સુધારાઓ મુજબ પોતાના નિયમો, પેટા-નિયમોમાં સુધારા કરી, પોતાના સભ્યોને તેની જાણ કરવા જણાવ્યુ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top