Stock Today

રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 6ઠ્ઠી આવૃત્તિ 30મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર 2024 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર યોજાશે. નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (NBT) સાથે પાર્ટનરશિપમાં નવ દિવસના આ ફેસ્ટિવલમાં બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજૂ કરવામાં આવશે.  

ઓપનિંગ દિવસે તાઇવાનની ‘બિગ’ નામની ચાઇનીઝ ભાષાની ફીચર ફિલ્મ, અને છેલ્લા દિવસે ઇરાનની ‘સેલ્ફી વિથ રુસ્તમ’ નામની પર્શિયન ભાષાની ફીચર ફિલ્મ રજૂ કરવામાં આવશે. AICFF એ સતત વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કર્યું છે. પાછલી પાંચ આવૃત્તિઓમાં, AICFFમાં વિશ્વભરમાંથી 500 થી વધુ ફિલ્મો જોવા મળી છે. આ વર્ષે, ફેસ્ટિવલમાં ઈરાન, ભારત, યુનાઈટેડ સ્ટેટ્સ, ચીન, રશિયન ફેડરેશન, તુર્કી, તાઈવાન, સીરિયન આરબ રિપબ્લિક, ઈટાલી, ઉરુગ્વે, સંયુક્ત આરબ અમીરાત, યુક્રેન, થાઈલેન્ડ, સ્વીડન, ઓમાન, મોરોક્કો, લિથુઆનિયા, લેબનોન, કોરિયા, પ્રજાસત્તાક, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ઇજિપ્ત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 100થી વધુ ફિલ્મો મળી છે. 

આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે, જેઓ બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે. મનીષ સૈનીએ આગામી પેઢીને સર્જનાત્મક સિનેમા દ્વારા પ્રોત્સાહિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ફેસ્ટિવલના સ્થાપક ચેતન ચૌહાણ જણાવે છે કે, અમારું દૃઢપણે માનવું છે કે દરેક વ્યક્તિની એક વાર્તા હોય છે, ખાસ કરીને આપણી નવી પેઢી અને એક વાર્તાનાયક તરીકે દરેક બાળકને સાંભળવા જોઈએ અને સમાજ તરીકે આપણે તેમને તેમની પ્રતિભા કેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top