નવીદિલ્હી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જિઓએ હાલમાં જ ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે મર્ઝર કર્યું છે. આ મોટી ડીલ બાદ કંપની હવે 1100 કર્મચારીઓને કંપનીમાંથી છુટા કરી રહી છે.
અહેવાલ અનુસાર જિઓ અને હોટસ્ટારના મર્ઝર બાદ નવી કંપની બનેલી JioStar તેના અનેક પદો પરથી લોકોને છુટા કરવા જઈ રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે મર્ઝર થવાના કારણે બંને કંપનીઓના અનેક પદો સમાન જેવા થઈ ગયા છે.
નવી કંપનીને સારી રીતે ચલાવવા માટે અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે આ છંટની કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર કંપની હવે સ્પોર્ટ્સ અને ડિજિટલ લાઈવ જેવા ઝડપથી આગળ વધી રહેલા સેક્ટર પર વધારે ફોક્સ કરવા માંગે છે.
અહેવાલ અનુસાર સૌથી વધારે કર્મચારીઓને જે વિભાગમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે તેમાં ડિસ્ટ્રીબ્યુશન વિભાગ, ફાઈનાન્સ, કોમર્શિયલ અને લિગલ વિભાગમાં કર્મચારીઓ સામેલ છે. જેમાં એન્ટ્રી લેવેલના કર્મચારીઓથી લઈને, સીનિયર મેનેજર અને સીનિયર ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સુધીના કર્મચારીઓ સામેલ છે.
કર્મચારીઓને છુટા કરવા બદલ કંપની વળતર પણ આપી રહી છે. જેમને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે તેમને 6 મહિનાથી લઈને 12 મહિના સુધીનો પગાર આપવામાં આવશે. જો કે આ વળતર તેમણે કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું છે તેના પર આધારિત રહેશે.