દેશમાં ક્વિક કોમર્સના વધી રહેલા વ્યાપને પરિણામે વર્તમાન વર્ષમાં રિટેલ કિરાણા દૂકાનોનો અંદાજે ૧.૨૮ અબજ ડોલરનો વેપાર તે તરફ ખેંચાઈ જવાની ધારણાં મૂકવામાં આવી છે. એક ખાનગી પેઢી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ૪૬ ટકા રિટેલ ખરીદદારોએ કિરાણા સ્ટોર્સ કરતા ક્વિક કોમર્સ મારફત ખરીદી કરવાનું પસંદ કરતા હોવાનું જણાવ્યું હતું.
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ મારફત થતા વેચાણમાં ૨૧ ટકા હિસ્સો કિરાણા માદસ શહેરોના ૩૦૦ જેટલા કિરાણા સ્ટોરમાલિકોના હાથ ધરાયેલા સર્વેમાં ઝડપથી વિકસી રહેલા ક્વિક કોમર્સ પરંપરાગત રિટેલ વેપારને ખૂંચવી રહ્યાનું જણાયું હતું. ૨૦૩૦ સુધીમાં ક્વિક કોમર્સનો વેપાર ૪૦ અબજ ડોલર પહોંચવા ધારણાં છે. લસામાનનો જોવા મળ્યો છે, જે કિરાણા સ્ટોર્સનો વેપાર નવા યુગના પ્લેટફોર્મ્સ તરફ ફંટાઈ રહ્યો હોવાનું સૂચવે છે.
બ્લિન્કિટ, ઝેપ્ટો, જિઓમાર્ટ જેવા ક્વિક કોમર્સ મિનિટોની અંદર પ્રોડકટસની ડિલિવરી માટે જાણીતા થયા છે અને મુખ્ય ઓનલાઈન રિટેલ ચેનલ્સ તરીકે ઝડપથી વિકસી રહ્યા છે. ક્વિક કોમર્સના આગમન બાદ ૬૭ ટકા કિરાણા સ્ટોર્સે વેચાણમાં ઘટાડો થયાનું નોંધ્યું છે. ખર્ચમાં સસ્તુ અને ઝડપી ડિલિવરી આજના વપરાશકારોમાં ક્વિક કોમર્સ પસંદગીના બની રહ્યા છે.
દરમિયાન વર્તમાન વર્ષના ૧૫ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબરની તહેવારોની મોસમમાં ઈ-કોમર્સ ક્ષેત્ર મારફત વેચાણમાં ૧૨ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. દશેરા-દિવાળીના તહેવારો દરમિયાન થયેલા વેપારનું મૂલ્ય અંદાજે ૧૪ અબજ ડોલરનું રહ્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. આ વધારો ખાસ કરીને નાના શહેરો ખાતેથી જોવા મળ્યો છે.