FSC યુનિટ્સ માટે કર મુક્તિની છેલ્લી તારીખ 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે, જે રોકાણકારો અને વ્યવસાયોને લાંબા ગાળાના લાભો પ્રદાન કરશે. વિદેશી રોકાણકારો દ્વારા IFSC પાસેથી ખરીદવામાં આવેલી જીવન વીમા પૉલિસી પર કોઈ ટેક્સ લાગશે નહીં, જે આંતરરાષ્ટ્રીય રોકાણને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ માટે પણ રાહત આપવામાં આવી છે, જ્યાં 1લી એપ્રિલ 2030 સુધીમાં કલમ 80-IAC હેઠળ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રથમ 10 વર્ષમાં 3 વર્ષ માટે 100% ટેક્સ છૂટ આપવામાં આવશે.
ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે, સેક્શન 206AB અને 206CCA દૂર કરવામાં આવ્યા છે, જે TDS અને TCSની જટિલતાઓને ઘટાડશે. ભાગીદારો માટે મહેનતાણું કપાત મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જ્યાં રૂ. 6,00,000 સુધીના પુસ્તક નફા પર મહત્તમ રૂ. 3,00,000 અથવા 90% (જે વધારે હોય તે) અને જો તે રૂ. 6,00,000 કરતાં વધી જાય તો 60% સુધી કપાતને મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, જે યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ULIPs) કે જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 2.5 લાખથી વધુ છે તેમની આવક કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ કરપાત્ર હશે. સ્વ-કબજાની મિલકતોના સંદર્ભમાં પણ રાહત આપવામાં આવી છે, હવે તેમની સંખ્યા બે સુધી મર્યાદિત રહેશે નહીં અને જો માલિક કોઈપણ કારણોસર ત્યાં ન રહી શકે તો પણ તે શૂન્ય આવક તરીકે ગણવામાં આવશે
નવી કર વ્યવસ્થાનો નવો ટેક્સ સ્લેબ
ટેક્સેબલ ઈન્કમ (રૂ.માં) | ટેક્સ (%) |
0-4 લાખ | – |
4થી 5 લાખ | 5% |
8થી 12 લાખ | 10% |
12થી 16 લાખ | 15% |
16થી 20 લાખ | 20% |
20થી 24 લાખ | 25% |
24 લાખથી વધુ | 30% |
ટીડીએસમાં પણ ફેરફાર 1 એપ્રિલથી લાગુ
વિગત | જૂનો ટીડીએસ | નવો ટીડીએસ |
193 (સિક્યોરિટીઝ પર વ્યાજ) | NIL | 10,000 |
194A (અન્ય વ્યાજની આવક) | 50,000 (વરિષ્ઠ નાગરિકો માટે) | 1,00,000 (વરિષ્ઠ નાગરિકો માટે) |
194B (લોટરી) | રૂ. 10,000 (વાર્ષિક) | રૂ. 10,000 (પ્રત્યેક ટ્રાન્જેક્શન) |
194-I (ભાડું) | 2,40,000 (વાર્ષિક) | 50,000 (માસિક) |
194J (પ્રોફેશનલ સર્વિસ માટેની ફી) | 30,000 | 50,000 |
TCSમાં ફેરફાર
206C(1G) (LRS હેઠળ રેમિટન્સ) | 7 લાખ | 10 લાખ |
206C(1H) (સામાનની ખરીદી) | 50 લાખ | લાગુ પડશે નહીં (છૂટ) |
અપડેટ કરેલ ટેક્સ રિટર્ન (ITR-U) | સમયમર્યાદા લંબાવવામાં આવી છે |
હવે અપડેટેડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 12 મહિનાથી વધારીને 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.
ITR-U વધારાનો ટેક્સ ફાઇલ કરવાની અવધિ
વિગત | ટેક્સ |
12 મહિનાની અંદર | 25% |
24 મહિનાની અંદર | 50% |
36 મહિનાની અંદર | 60% |
48 મહિનામાં | 70% |