
મુંબઈ : બેંકિંગ સિસ્ટમમાં તરલતા લાવવાના પગલાં ચાલુ રાખતા, રિઝર્વ બેંકે બુધવારે જણાવ્યું હતું કે તે સરકારી સિક્યોરિટીઝની ખુલ્લા બજારમાં ખરીદી કરશે અને મહિના દરમિયાન કુલ રૂ. ૧.૯ લાખ કરોડની યુ.એસ.ડી./આઇ.એન.આર. સ્વેપ કરશે. 28 ફેબ્રુઆરીના રોજ, સેન્ટ્રલ બેંકે સિસ્ટમમાં લાંબા ગાળાની તરલતા દાખલ કરવા માટે 10 અબજ ડોલરના યુએસ ડોલર-રૂપિયા સ્વેપનું સંચાલન કર્યું, જેનાથી હરાજીમાં મજબૂત માંગ ઉભી થઈ.
વર્તમાન અને વિકસતી તરલતાની સ્થિતિની સમીક્ષા બાદ, રિઝર્વ બેન્કે બુધવારે જણાવ્યું હતું કે તે 12 માર્ચ અને 18 માર્ચના રોજ યોજાનારી રૂ. 50,000 કરોડનો એક એવાં બે તબક્કામાં ભારત સરકારની સિક્યોરિટીઝની કુલ રૂ.1,00,000 કરોડની ઓપન માર્કેટ ઓપરેશનથી ખરીદી માટે હરાજી કરશે.
યુ.એસ.ડી./આઇ.એન.આર. 36 મહિનાના સમયગાળા માટે 10 બિલિયનની ખરીદી/વેચાણ સ્વેપ હરાજી 24 માર્ચે યોજાવાની છે, એમ તેમાં ઉમેર્યું હતું. વધુમાં, ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે તે વિકસતી તરલતા અને બજારની પરિસ્થિતિઓ પર નજર રાખશે અને વ્યવસ્થિત તરલતા સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેશે.