અમદાવાદમાં મોટી સ્કીમનું કામ કરતા રાધે ગ્રૂપ, ટ્રોગન ગ્રૂપ અને ધરતી સાંકેત ગ્રૂપના રાજ્યમાં 34 સ્થળોએ ઇન્કમટેકસના અધિકારીઓએ વહેલી સવારથી જ સર્ચની કામગીરી હાથ ધરી હતી. 170થી વધુ અધિકારીઓએ અમદાવાદ, મહેસાણા, મોરબી, હિંમતનગર અને ગાંધીનગરમાં સર્ચની કામગીરીમાં કરોડોની કરચોરી મળવાની આશંકા છે.
ધરતી સાંકેત ગ્રૂપના ડિરેકટર મહેન્દ્રકુમાર રેવાભાઇ પટેલ અન્ય ગ્રૂપ સાથે સંકળાયેલા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદમાં ધંધાના સ્થળો વધુ હોવાથી શહેરમાં 25 સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ
ઈન્કમ ટેક્સ વિભાગે વખતે રાજ્યવ્યાપી 34 સ્થળો પર પાડેલા દરોડામાં 170થી વધુ અધિકારીઓ જોડાયા છે. મહેસાણાના બિલ્ડર રાધે ગ્રૂપ, ટ્રોગન ગ્રૂપ અને ધરતી સાંકેત ગ્રૂપના ડિરેકટરો, ભાગીદારો અને રહેઠાણો ઉપર સર્ચ હાથ ધરવામાં આવી છે. આ ગ્રૂપ સાથે સંકળાયેલા મોરબીના તીર્થક અને સોહમ પેપર મિલ ઉપર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. સોહમ કોલ અને તીર્થક પેપર બન્ને પેઢીના માલિક જીવરાજભાઇ ફુલતરિયા એક જ છે. મોટા પાયે ટેકસ ચોરી થતી હોવાની ફરિયાદ ઊઠી હતી અને તેને આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે.તપાસમાં કરોડોના હિસાબી ગોટાળા સાથે રોકડ અને ઘરેણાં મળી આવ્યાં
પ્રાથમિક તપાસમાં કરોડોના હિસાબી ગોટાળા મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને કેટલીક કાચી ચિઠ્ઠી પણ મળી આવ્યા છે. હિસાબોમાં કરોડો રૂપિયાના તફાવત પણ જોવા મળ્યો છે. સર્ચ દરમિયાન અધિકારીઓને રોકડ રકમ, ઝવેરાત હોવાની માહિતી મળી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસેની ટ્રોગન ગ્રૂપની ઓફિસ પર અધિકારીઓ હિસાબોની ચકાસણી કરી રહ્યા છે.
મહેસાણાના બિલ્ડરનું મોરબી કનેક્શન સામે આવ્યું છે. જે અંતર્ગત મોરબીના તીર્થક પેપર અને સોહમ કોલને ત્યાં આઇટીના દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીના માલિક જીવરાજભાઇ ફુલતરિયા પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના વેવાઈ છે. નિયમ મુજબ આઇટીની રેડમાં બહારના વ્યક્તિને પ્રવેશ મળતો નથી પરંતુ મોહનભાઇ કુંડારિયા તપાસ દરમિયાન ઘરમાં ઘૂસી ગયા હતા. આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.