સંખ્યાબંધ બહુમાળી ઈમારતો સેકન્ડોમાં ધૂળના ગોટા – વાદળો વચ્ચે ધસી પડી
રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૧.૦૩ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૨૯૫ કરોડથી વધુની લોન અપાઈ, ૭૬,૧૧૫ લાભાર્થીઓને રૂ.૬૩૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી: ઉદ્યોગ મંત્રી
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં આજે બપોરે સ્થાનિક સમય મુજબ 12.02 કલાકે બે ઉપરાછાપરી આવેલા 7.2 અને 7.7ની તિવ્રતાના ભૂકંપના બે આંચકાએ સર્વત્ર વ્યાપક ખાનાખરાબી સર્જી છે અને આ ભૂકંપની અત્યંત ગંભીર અસર છેક 900 કી.મી. દુર થાઈલેન્ડ સુધી થઈ હતી.
બેંગકોકમાં તો 9/11ના દ્રશ્યોની જેમ અનેક બહુમાળી ઈમારતો મિનિટોમાંજ તૂટી પડી હતી અને ચારે તરફ ધૂળની ડમરીઓ, વાદળો વચ્ચે તે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે તથા મોટી જાનહાનીનો પણ ભય છે.
આ ભૂકંપની અસર ભારતના પણ અનેક પુર્વોતર રાજયો ઉપરાંત છેક દિલ્હી સુધી નોંધાઈ અને સંસદભવનમાં પણ આ ભૂકંપની ધ્રુજારી સાંસદોએ અનુભવી હતી.તો બીજા છેડે ચીનના કેટલાક ભાગોમાં પણ આ ભૂકંપના આંચકા નોંધાયા હતા.
મ્યાનમારમાં ભૂકંપનો પ્રથમ આંચકો સવારે 11.52 કલાકે અને બીજો 12.92 કલાકે નોંધાયો. આ આંચકાનુ ભૂમિબિન્દુ જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સના જણાવ્યા મુજબ મ્યાનમારમાં જમીનથી 10 કી.મી. અંદર હતું અને બેંગકોક જે 1.07 કરોડ લોકો મોટાભાગે બહુમાળી ઈમારતોમાં રહે છે ત્યાં આ અધિકારીઓની ભારે ગભરાટ ફેલાયો હતો.
લોકો ઈમારતની બહાર દોડી આવ્યા હતા. મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચે 900 કી.મી.નું અંતર છે અને ત્યાં સુધી આ બન્ને બાંધકામોની ગંભીર અસર ભૂવૈજ્ઞાનિકો માટે પણ એક આશ્ચર્ય અને ચિંતાનું કારણ બની ગયુ છે.
મ્યાનમારમાં આ ભૂકંપના કારણે માંડલામાં ઈરાવતી નદી પરનો સુપ્રસિદ્ધ ચમા પુલ તૂટી પડયો છે અને ભૂકંપમાં અનેક ઈમારતો ધૂળમાં મળી હતી. થાઈ કેપીટલમાં આ આંચકો 7.7ની તિવ્રતાનો હોવાનું નોંધાયુ છે અને અહી બેંગકોક આ વ્યાપક તારાજીના રીપોર્ટ છે. બેંગકોકમાં શાહી પહેલને પણ મોટુ નુકશાન થયું છે.
ફકત 2 મીનીટના અંતરે બે આંચકા બાદ કેટલાક આફટર શોક પણ નોંધાયા હતા. બેંગકોકમાં સેકન્ડોમાંજ વિશાળ બહુમાળ ઈમારતો ધરાશાયી થતા લોકોએ નિહાળી હતી અને ચારે તરફ ચિત્કાર-નાસભાગ અને ભયનું વાતાવરણ બની ગયું હતું. અનેક નિર્માણાધીન મિલ્કતો પણ પડી ભાંગી હતી.
થાઈલેન્ડમાં કટોકટી જારી કરવામાં આવી છે. આ ભૂકંપનું ભૂમિબિન્દુ જમીનથી ફકત 10 કી.મી.જ ઉંડાઈએ હતું તેથી તેની તિવ્રતા વધુ હોવાનુ અનુમાન છે. અનેક ઈમારતો પતાના મહેલની જેમ જમીન દોસ્ત થઈ છે.
મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારોએ હજું જાનહાનીના કોઈ અહેવાલ આપ્યા નથી પણ સેંકડો લોકો લાપતા હોવાનું જાહેર થયું છે. બેંગકોક જતી તમામ વિમાની સેવાઓ રદ કરવામાં આવી છે.
થાઈલેન્ડ સરકારે સૈન્યને ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં ઉતારીને રાહત બચાવ કામગીરી શરૂ કરી છે અને મૃત્યુઆંક અત્યંત ઉંચો હોવાનો ભય સેવાઈ રહ્યો છે. બહુમાળી ઈમારતો માટે જાણીતા બેગકોકમાં આ ભૂકંપથી વિશાળ સ્વીમીંગ પુલો જે ઉંચી ઈમારતોમાં આવેલા છે તે પણ તૂટી પડતા ખાના ખરાબીના દ્રશ્યો વધુ ભયાનક બન્યા છે. મ્યાનમારના આંતરિક ભાગોમાં પણ મોટી નુકશાનીના અહેવાલ છે.
પ્રથમ રીપોર્ટ: 100 મોત: 43 દટાયા, સેંકડો લાપતા
બૌધ્ધ મંદિર તૂટી પડતા મોટી જાનહાનીનો ભય
નવી દિલ્હી તા.28
મ્યાંનમાન અને થાઈલેન્ડમાં આજે આવેલા ભૂકંપમાં પ્રાથમીક રીપોર્ટમાં 100 ના મોત થયા હોવાનું અને 43 લોકો ગુમ થયાનું જાહેર થયુ છે. બેંગકોકમાં એક બૌધ્ધમંદિર (પેગોડા) તૂટી પડતાં તેના કાટમાળમાં 43 લોકો દબાયા હોવાનું બહાર આવ્યું છે.
ભૂમિ બિન્દુ મ્યાનમારના સાંગાસાઈ : જમીનની અંદર 10 કી.મી. નોંધાયું
નવી દિલ્હી: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપનું ભૂમિબિન્દુ મ્યાનમારના સાઉધન કોસ્ટના સાંગાસાઈ પાસે જમીનમાં 10 કી.મી. દુર હોવાનું જાહેર થયુ છે અને તે જમીનમાં ઓછી ઉંડાઈએ હોવાથી તેની તિવ્રતા વધુ હોવાનું પ્રાથમીક તારણ અપાયુ છે.