દેશમાં એક સમયે ‘ડાયમંડ કિંગ’ તરીકે જાણીતા નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી હાલ ભાગેડુ છે અને ચોકસી તો બેલ્જીયમની જેલમાં છે તે સમયે તેના મુંબઈના મલબાર હિલ્સના ગોકુલ એપાર્ટમેન્ટમાં જે આલીશાન ફલેટ આવેલા છે તેના મેઈટેનન્સના પણ રૂા.63 લાખની રકમ બાકી હોવાનું જાહેર થયું છે.
ચોકસી આ આલીશાન બહુમાળીમાં 9-10 અને 11મા માળે હવે ફલેટ ધરાવે છે અને તેનું સાત વર્ષથી મેઈન્ટેનન્સ બાકી છે. 11માં ફલોર પર જે ટેરેસ છે તેના પર પણ તેનો ગેરકાનુની કબ્જો છે.
હવે એક એક ફલેટ જેની કિંમત રૂા.39.35 લાખ છે તેમાં કુલ 1 કરોડની પ્રોપર્ટીમાં રૂા.63 લાખનું મેઈન્ટેનન્સ ભરવાનું છે પણ તેની આ પ્રોપર્ટી સરકારી એટેચમેન્ટમાં છે તેના ફલેટમાં હવે નાના વૃક્ષ ઉગી ગયા છે.
ટેરેસ પર કોઈ જઈ શકતુ નથી અને પુરી ઈમારતને તે નુકસાન કરે છે તેની બીજા રહેવાસીઓએ ઈડી સમક્ષ રજુઆત કરી ઈમારતની સલામતી જોખમમાં હોવાનું જણાવી કોઈ ઉપાય શોધવા કહ્યુ છે પણ તેનો કોઈ હજુ જવાબ મળ્યો નથી. ચોકસી અહી રહેતા પણ ન હતા. તે વધુ વૈભવી આવાસમાં રહેવા ગયા હતા તે પણ હાલ એટેચ છે તેની કુલ 2565.90 કરોડની મિલ્કત એટેચ છે.