
નવી દિલ્હી :
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે હરિયાણામાં તેની ખરખોડા સુવિધામાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે. ઓગસ્ટ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે આ સુવિધાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં, ખારખોડા સુવિધામાં 2.50 લાખ એકમોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હશે અને કોમ્પેક્ટ એસ.યુ.વી. બ્રેઝાનું ઉત્પાદન કરશે, એમ દેશના સૌથી મોટા કાર ઉત્પાદકે એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ સાથે મારુતિ સુઝુકીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુઝુકી મોટર ગુજરાત સહિત મારુતિ સુઝુકીની વાર્ષિક કુલ 26 લાખ એકમોનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે.
વર્ષ 2022માં મારુતિ સુઝુકીએ રૂ.18,000 કરોડના રોકાણ સાથે વાર્ષિક 10 લાખ યુનિટની સ્થાપિત ટોચની ક્ષમતા સાથે ખરખોડા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. હરિયાણામાં કંપનીનો આ ત્રીજો પ્લાન્ટ છે.